મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

રાજકોટની નગમા નામની યુવતીની લાશના ટુકડા વાંકાનેર નજીક દાટી દેવાના ગુનામાં તાંત્રિક નવલસિંહની પત્ની અને ભાણેજની ધરપકડ


SHARE







રાજકોટની નગમા નામની યુવતીની લાશના ટુકડા વાંકાનેર નજીક દાટી દેવાના ગુનામાં તાંત્રિક નવલસિંહની પત્ની અને ભાણેજની ધરપકડ

અમદાવાદના તાંત્રિકે તેની પ્રેમિકાની હત્યા કરીને વાંકાનેર નજીક જમીનમાં ખાડો ખોદીને તેના શરીરના કટકા કરીને લાશને દાટી દીધી હતી જે લાશને અમદાવાદ અને વાંકાનેર પોલીસે ખાડો ખોદીને બહાર કાઢી હતી અને ત્યારે જમીનમાંથી મૃતક યુવતીની ખોપરી સહિતના અવશેષો પોલીસે કબજે કર્યા હતા જે બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મૃતક તાંત્રિક તથા તેની પત્ની, ભાણેજ સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં તાંત્રિકની પત્ની અને ભાણેજને પકડવામાં આવેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.

અમદાવાદ પોલીસ દ્વારા થોડા સમય પહેલા તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ દરમિયાન તેણે 13 વર્ષમાં 12 જેટલા લોકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું જો કે, ત્યાર બાદ આ તાંત્રિકનું હાર્ટ એટેકથી મોત થયું હતું જો કે, તાંત્રિકે કરેલ હત્યા પૈકી તાંત્રિક નવલસિંહ ચાવડાએ તેની પ્રેમિકાની હત્યા કરી હતી અને તેના શરીરના કટકા કરીને પ્લાસ્ટિકના કોથળામાં ભરી તે વાંકાનેર શહેર નજીક દાટી દીધી હોવાનું સામે આવ્યું હતું.

જેથી અમદાવાદ પોલીસ ગત બુધવારે વાંકાનેર પહોંચી હતી અને વાંકાનેર પોલીસને સાથે રાખીને વાંકાનેરમાં આવેલ વીસીપરા ફાટક પાસેથી સરધારકા તરફ જવાના રસ્તા ઉપર ફાટક પાસે ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારે મૃતક યુવતીના શરીરના અવશેષો પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યા હતા જેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા અને તે બોડીના પાર્ટસને ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા.

આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સિટીના પીએસઆઇ જી.એલ.ઝાલા દ્વારા મૃતક તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડા તથા તેની પત્ની સોનલબેન નવલસિંહ ચાવડા રહે. બંને અમદાવાદ તેમજ જીગર ભનુભાઈ ગોહિલ અને મૃતક તાંત્રિકનો ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડા રહે. ધમલપર-2 કટીંગ વાળા મેલડી માતાજીના મંદિર પાસે વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અને આ ગુનામાં પોલીસે હાલમાં તાંત્રિકની પત્ની પત્ની સોનલબેન નવલસિંહ ચાવડા અને તાંત્રિકના ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડા (23) રહે. ધમલપર-2 વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ એક આરોપીને પકડવાનો બાકી છે.

અત્રે ઉલેખનીય છે કે, મૃતક તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાએ રાજકોટની નગમા કાદરભાઈ મુકાસમની હત્યા કરી હતી કેમ કે, મૃતક યુવતીને તાંત્રિક સાથે પ્રેમ સંબંધ હતો અને નગમાએ લગ્ન કરવા માટે થઈને તાંત્રિકને દબાણ કર્યું હતું અને તાંત્રિક નવલસિંહ તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો જેથી નવલસિંહ ચાવડા તથા જીગર ભનુભાઈ ગોહિલે નગમાને નવલસિંહ ચાવડાના વઢવાણ ગામે આવેલ મકાને બોલાવી હતી અને ત્યાં નગમાની હત્યા કરીને શરીરના ટુકડા કર્યા હતા. અને તે ટુકડાને પ્લાસ્ટિકના કોથળામાં ભરીને નવલસિંહ ચાવડાની ગાડીમાં 99 કિલો મીટર સુધી ફેરવીને વાંકાનેર પાસે જમીનમાં લાશ દાટીને તેનો નિકાલ કર્યો હતો.






Latest News