ટંકારાના નેકનામ વાડીમાંથી બે બાળકોનું અપહરણ કરનાર મહિલા આરોપીની ધરપકડ: બંને બાળકો હેમખેમ વાલીને સોંપ્યા
SHARE
ટંકારાના નેકનામ વાડીમાંથી બે બાળકોનું અપહરણ કરનાર મહિલા આરોપીની ધરપકડ: બંને બાળકો હેમખેમ વાલીને સોંપ્યા
ટંકારા તાલુકાનાં નેકનામ ગામની સીમમાં આવેલ વાડીએથી બે બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેની ટંકારા તાલુકા પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈને બાળકોને શોધવા અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં બંને બાળકો હેમખેમ મળી આવેલ છે અને મહિલા આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નેકનામ ગામે રહેતા ફરીયાદી કેશરભાઇ જેઠાભાઇ બારીઆ જાતે કોળી (23)એ ગઇકાલ તા.૧16/12 ના સવારે સાડા દસ વાગ્યાના અરસામાં આવીને નેકનામ ગામની સીમમાં આવેલ કાંતીભાઇ પટેલની વાડીએથી તેના દીકરા હાર્દિક (3) અને વૈભવ (1.5) વાળાને વાડીની ઓરડી પાસે રમતા હતાં ત્યારે ત્યાંથી કોઇ અજાણ્યા ઇસમ દ્વારા તે બન્ને બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા અને બાળકોને શોધવા તજવીજ શરૂ કરી હતી.
ટંકારા સ્થાનિક પોલીસે અને વાંકાનેર વિભાગના પોલીસ સ્ટાફ તેમજ એલસીબી સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ફુટેઝ તથા હયુમન સોર્સીસના તથા ટેકનીકલ માહિતી મેળવી નેકનામ, મીતાણા તથા વાલાસણ ગામ તથા વાંકાનેર શહેર વિસ્તારમાં વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને અવાવરૂ જગ્યાઓમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે તા.17/12 ના રોજ અપહરણ થનાર બંન્ને માસુમ બાળકો શોધી કાઢવામાં આવેલ છે, અને અપહરણ કરનાર મહિલા આરોપીને પકડીને કાર્યવાહી કરેલ છે. આ કામગીરી ડીવાયએસપી સમીર સારડાની સૂચના મુજબ એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા, ટંકારાના પીઆઇ એસ.કે.ચારેલ તેમજ પીએસઆઇ એમ.જે.ધાધલ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.