મોરબીમાં શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભ યોજાયો
વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી સંચાલિત ગોકુલ વિઝીટીંગ સેન્ટર દ્રારા જીંદગી બચાવો અભિયાન
SHARE
વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી સંચાલિત ગોકુલ વિઝીટીંગ સેન્ટર દ્રારા જીંદગી બચાવો અભિયાન
વર્તમાન સમયમાં રોજ સમાચાર પત્રોમાં હાર્ટએટેકથી અવસાન થયાના સમાચાર આવતા હોય છે, આ હાર્ટએટેક સમયે જો કોઈ વ્યકિત તેમની નજીક હોય અને હાર્ટએટેક આવનારને સીપીઆર ટ્રીટમેન્ટ આપવામાં આવે તો તે વ્યકિતની જીંદગી બચાવી શકાય છે.તે માટે વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી સંચાલિત ગોકુલ વિઝીટીંગ સેન્ટર દ્વારા મોરબીની ઓશાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગોકુલ વિઝીટીંગ સેન્ટરના ડોકટર દ્વારા હાર્ટએટેક આવેલ વ્યકિતને સીપીઆર કેવી રીતે આપવું તેનુ પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવેલ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સીપીઆર કરાવી તેમને જરૂરી માર્ગદર્શન આપેલ હતું સીપીઆર ની જાણકારી મેળવી કોઈને જીવનદાન આપી શકીએ તો તે સમાજ માટે ખૂબ જ શ્રેષ્ઠ કાર્ય બનશે માટે દરેક લોકોએ આ તાલીમ શીખવી જોઇએ જેથી જરૂર પડે કોઈ અન્યને નહીં તો પરિવારજનોને પણ મદદરૂપ બની શકીએ.