મોરબી : સંદિપસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
SHARE
મોરબી : સંદિપસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
વિધાર્થી નેતા અખિલ ભારતીય વિધાર્થી પરિષદના પૂર્વ ગુજરાત પ્રદેશના સહ મંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશનના મેન્ટર સંદિપસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેઓ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.ત્યારે પોતાના જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે કરી સમાજમાં પ્રેરણા પુરી પાડવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.તેમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.આ તકે મોરબી-માળિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ હાજરી આપીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલનું રક્ત એકત્રીત થયું હતુ.ત્યાર બાદ સરદારબાગ ખાતે વુક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.તે ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચાલતી પરિષદ કી પાઠશાળા શાળાના બાળકોને નાસ્તો કરાવીને જન્મદિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવામાં આવી હતી