મોરબી-માળિયા તથા હળવદના મામલતદારની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
મોરબી-માળિયા તથા હળવદના મામલતદારની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીના જાગૃત નાગરિક અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને મોરબી, માળિયા અને હળવદમાં મામલતદારની જગ્યા ખાલી હોય તેને ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને હાલ ખાલી જગ્યાના લીધે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે તેથી સત્વરે આ બાબતનો ઉકેલ લાવવામાં આવે તેમ જણાવવામાં આવેલ છે.
વધુમાં પી.પી.જોશીના જણાવ્યા પ્રમાણે તેઓ દ્વારા મોરબી, માળિયા અને હળવદ એમ ત્રણેય તાલુકાઓનો પ્રવાસ કરતા આ તાલુકાઓમાં મહત્વની એવી મામલતદારની જગ્યા ખાલી છે.! જે તાત્કાલીક ભરવી જરૂરી છે.કારણકે હાલમાં નાયબ મામલતદારો ચાર્જમા હોય નિતિ વિષયક નિર્ણય લઈ શકતા નથી અને પ્રજા હેરાન પરેશાન થાય છે. મામલતદાર એટલે તાલુકાના મુખ્ય અધિકારી ગણાય છતા જો આ જગ્યા પણ ખાલી હોય તો અરજદારોને મુશકેલીનો સામનો કરવો પડે છે અને પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલ છે.પ્રજાના અસંખ્ય કામો હાલમા મોરબી, હળવદ અને માળિયામાં સમયસર થતા નથી મોરબી જીલ્લો બન્યાને વર્ષો થયા પરંતુ ખાલી જગ્યાને કારણે પ્રજાને સુવિધા મળતી નથી અને બીન અભુવીને મામલતદારનો ચાર્જ આપી હાલ ગાડુ ગબડાવવામાં આવી રહ્યુ છે.તે યોગ્ય નથી માટે આ બાબતે પ્રજાનું હિત વિચારીને ત્રણેય તાલુકામાં તાત્કાલીક મામલતદારની ખાલી જગ્યા ભરવામાં આવે તેવી પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે.