મોરબી-માળિયા તથા હળવદના મામલતદારની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી, જામનગર અને રાજકોટ ત્રણ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં એક જ ન્યાયમૂર્તિ ! સ્ટાફ વધારવા માટે રજૂઆત
SHARE
મોરબી, જામનગર અને રાજકોટ ત્રણ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં એક જ ન્યાયમૂર્તિ ! સ્ટાફ વધારવા માટે રજૂઆત
મોરબી, જામનગર અને રાજકોટ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં એક જ ન્યાયમૂર્તિ હોઈ ફરિયાદીઓને ન્યાય મેળવવામાં ઘણો વિલંબ થાય છે તે દુવિધા દુર કરવા પુરતો સ્ટાફ ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવેલ છે કે, મોરબી, જામનગર અને રાજકોટ એમ ત્રણ જીલ્લાની ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં એક જ ન્યાયમૂર્તિ હોવાના કારણે ફરિયાદીને ન્યાય મેળવવામાં ખુબ જ વિલંબ થાય છે.તેમાં મોરબી જિલ્લામાં તો કચેરીમાં કલાર્ક નથી, સ્ટેનો નથી, પટાવાળા પણ નથી..! જેથી ફરીયાદીને પારાવાર મુશ્કેલી થાય છે.અને ફરીયાદીને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે.મોરબી ઓદ્યોગિક શહેર હોઈ ગ્રાહક અદાલતમાં ઘણા કેઇસો આવે છે.આવી પરીસ્થીતીમાં ગ્રાહક સુરક્ષા જેવી યોજના નિષ્ફળ જતી હોઈ તેવુ દેખાઈ રહ્યુ છે.મોરબીની પરીસ્થીતી એવી છે કે ગ્રાહક અદાલતને ફેસલો આવી જાય પણ ફરીયાદીએ હુકમ લેવા જામનગર જવું પડે છે..! મોરબીથી જામનગરનું અંતર ૧૧૦ કીલોમીટર છે.ગરીબ ફરીયાદીને ત્યાં જવું પાલવે નહીં.અહીં ઓર્ડર નથી મળતો તેનું કારણ મોરબી જિલ્લામાં ગ્રાહક અદાલતમાં રેગ્યુલર કલાર્ક નથી, સ્ટેનો નથી, પટાવાળા નથી મોરબી જિલ્લાનું મથક હોઇ ગ્રાહક અદાલતમાં જગ્યા ખાલી હોવાને કારણે ફરીયાદી હેરાન થાય છે.તો ફરીયાદીઓના જણાવ્યા પ્રમાણે હુકમ મોરબીમાં મળે અને ન્યાયમૂર્તિથી માંડી ખુટત સ્ટાફ ભરવામાં આવે તો જ સરકારની ગ્રાહક અદાલતની આ યોજના સફળ થશે.મોરબી ગ્રાહક અદાલતમાં ચુકાદા આપ્યા પછી હુકમ મોરબી ગ્રાહક અદાલતમાં મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરાઇ છે.ફરીયાદીને અન્યાય થાય તો ૩૦ દિવસમાં સ્ટેટ કમીશનમાં જવામાં મોડુ થાય તો તેણે હુકમ લેવા જામનગર જવું પડે છે. અને ચાર-પાંચ જીલ્લા વચ્ચે એક જ ન્યાયમૂર્તિ છે.સ્ટાફ ભરતી અને ન્યાયમૂર્તિની ભરતી માટે યોગ્ય કરવામાં આવે તો ભોગ બનેલ ગ્રાહકને ઝડપી ન્યાય મળે.