મોરબીમાં ભીમાણી પરિવારનું સ્નેહમિલન યોજાયું, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા
SHARE
મોરબીમાં ભીમાણી પરિવારનું સ્નેહમિલન યોજાયું, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા
મોરબી ખાતે ભીમાણી પરિવારનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું અને આ તકે ભીમાણી પરિવારના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી ભીમાણી પરિવારના પ્રમુખ કિશોરભાઇ છગનભાઈ ભીમાણી ઉપપ્રમુખ રમેશભાઈ ધરમશીભાઈ ભીમાણીના નેતૃત્વમા સર્વે હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લીધેલ તમામ બાળકોને શિલ્ડ સ્વ.લક્ષ્મણભાઈ તરશીભાઈ ભીમાણી તરફથી આપવામાં આવ્યા હતા.તેમજ ઈનામ નિકુંજભાઈ નંદકિશોરભાઇ ભીમાણી તરફથી આપવામા આવેલ.અંતમાં આભાર વિધી હેમંતભાઈ લક્ષ્મણભાઈ ભીમાણીએ કરેલ.આ કાર્યક્રમનું સફળ સંચાલન કિશોરભાઇ હરજીભાઈ ભીમાણી અને રીંકુબેન જયભાઈ ભીમાણીએ કર્યુ હતુ.મોટી સંખ્યામાં ભીમાણી પરિવારના લોકો હાજર રહ્યા હતા અને સમૂહ ભોજન સાથે રાસ ગરબાની મોજ માણી હતી