મોરબીમાં કામ સબબ બહાર જાઉ છુ સાંજ સુધીમાં આવી જઈશ તેમ કહીને નીકળેલ આધેડ સવા મહિનાથી ગુમ, શોધખોળ ચાલુ
SHARE
મોરબીમાં કામ સબબ બહાર જાઉ છુ સાંજ સુધીમાં આવી જઈશ તેમ કહીને નીકળેલ આધેડ સવા મહિનાથી ગુમ, શોધખોળ ચાલુ
મોરબીમાં રહેતા આધેડ છેલ્લા સવા મહિનાથી ગુમ હોવાથી તેમના પુત્ર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી હાલ પોલીસે ગુમનોંધ દાખલ કરી ગુમ થયેલા આધેડને શોધવા માટે તપાસ શરૂ કરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના ડી.એમ.રાંકજા તથા રાયટર દિનેશભાઈ પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળીયા-વનાળીયા સોસાયટીના રસ્તે ચામુંડાનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ મગનભાઈ પરમાર (ઉમર ૫૦) ધંધો કડીયાકામ ગત તા.૫-૧૧-૨૪ ના બપોરના ૧૨ વાગ્યાના અરસામાં ઘરેથી બહાર કામ માટે જાવ છું અને મારું બાઈક સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે મુકું છું સાંજ સુધીમાં વેલા મોળો આવી જઈશ તું અશ્વિનને કહેજે ત્યાંથી બાઇક લઈ આવે તેમ પોતાની દીકરીને કહીને ઘરેથી નીકળ્યા હતા અને બાદમાં આજસુધી ઘરે પરત ફર્યા ન હતા.જે અંગે ઘરમેળે તપાસ કરવામાં આવી હતી.છતાં પણ ગુમ થયેલા ભરતભાઈ પરમારનો કોઈ પતો ન લાગતા અંતે તેમના પુત્ર અશ્વિન ભરતભાઈ પરમાર (૨૨) ધંધો મજૂરીકામ રહે.ચામુંડાનગરએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત જાહેરાત કરી હતી અને હાલ ગુમ થયેલા ભરતભાઈ પરમારને શોધવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.આ બાબતે જો કોઈને કંઈ જાણકારી હોય તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન નંબર ૬૩૫૯૬ ૨૬૦૪૮ અથવા તપાસ અધિકારી ડી.એમ.રાંકજાનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ ઉમિયાનગર વિસ્તારના રહેતા હસમુખભાઈ રામજીભાઈ બોસિયા નામનો ૨૯ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયો હતો.જેથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ બી ડિવિઝન પોલીસ મથકના ડી.એમ.રાંકજાએ જણાવેલ છે અને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ જીવરાજ પાર્કમાં રહેતા શ્યામ પ્રવીણભાઈ મકવાણા નામના ૨૬ વર્ષનો યુવાન નજરબાગ પાસે મેલડી માતાના મંદિર નજીક હતો ત્યાં બાઇક લઈને જતા સમયે બાઈક સ્લીપ થઈ જતા ઇજા પામ્યો હોતો જેથી ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવને પગસે સ્ટાફના ધર્મેન્દ્ર રાંકજા દ્વારા તપાસ કરવામાં આવી હતી.
વૃદ્ધા સારવારમાં
મોરબી તાલુકાના જસમતગઢ ગામે રહેતા જશુબેન શામજીભાઈ મોરડીયા નામના ૬૧ વર્ષીય વૃદ્ધા તા.૧૪ ના સવારે ૬ વાગ્યે મોટરસાયકલમાં બેસીને જસમતગઢ ગામેથી બહાર જતા હતા ત્યારે ગામ પાસે આવેલ હનુમાન મંદિર પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.તે બનાવમાં તેમને ઈજા થતાં ખાનગી હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે જાંબુડીયા પાવર હાઉસ પાસે રહેતા ગુડ્ડીબેન રાજુભાઈ મેડા નામની ૨૨ વર્ષીય મહિલાને ત્યાં આવેલ ડીલક્ષ કારખાના પાસે ઘર નજીક મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.