મોરબીમાં કામ સબબ બહાર જાઉ છુ સાંજ સુધીમાં આવી જઈશ તેમ કહીને નીકળેલ આધેડ સવા મહિનાથી ગુમ, શોધખોળ ચાલુ
મોરબીની નવજીવન-ન્યુ એરા સ્કૂલના વિદ્યર્થીઓ ટેકવોન્ડો રમતમાં હોંગકોંગ સુધી પહોચ્યા
SHARE
મોરબીની નવજીવન-ન્યુ એરા સ્કૂલના વિદ્યર્થીઓ ટેકવોન્ડો રમતમાં હોંગકોંગ સુધી પહોચ્યા
તાજેતરમાં તા 27/11 થી 6/12 સુધી હોંગકોંગમાં ટેકવોન્ડો રમતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજવામાં આવેલ હતી જેમાં 1200 જેટલા આંતરરાષ્ટ્રીય સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો અને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત સરકારે મોરબીમાં આવેલ નવજીવન વિધાલય તથા ન્યુએરા સ્કૂલના ૩ વિદ્યાર્થીઓની પસંદગી કરેલ હતી અને આ ત્રણેય વિધાર્થીઓએ પોતાની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી મોરબીને ટેકવોન્ડોની રમતમાં આંતરરાષ્ટ્રીય ઓળખ સાથે મોરબીનું ગૌરવ વધારેલ છે જેથી કરીને શાળા સંચાલક હાર્દિકભાઈ પાડલિયા તથા મોરબી જિલ્લાના રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને શાળાના સંચાલક ડી.બી. પાડલિયા સહિતનાએ બાળકોને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવેલ હતા