મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં IRLA સ્કીમ હેઠળ ૩૧ જાન્યુ. સુધીમાં પેન્શનરોએ માહિતી આપવી


SHARE







મોરબી જિલ્લામાં IRLA સ્કીમ હેઠળ ૩૧ જાન્યુ. સુધીમાં પેન્શનરોએ માહિતી આપવી

મોરબી જિલ્લા તિજોરી કચેરી ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમની પેન્શનની વાર્ષિક આવક રૂ.૭,૫૦,૦૦૦ થી વધુ હોય અને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં આવકવેરને પાત્ર થતી હોય તેવા તમામ પેન્શનરોએ તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો તેમજ પાનકાર્ડની નકલ આગામી તા. ૩૧/૦૧/૨૦૨૫ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી, જિલ્લા સેવા સદન, ભોંયતળિયે, શોભેશ્વર રોડ, સામા કાંઠે, મોરબી ખાતે મોકલી આપવાની રહેશે

તેમજ રોકાણની વિગતો, આધાર પુરાવા અત્રે જણાવેલ સુનિશ્ચિત સમયમર્યાદામાં રજૂ કરવાના રહેશે. અન્યથા આવકવેરાના નિયમાનુસાર ટીડીએસની કપાત કરી લેવામાં આવશે. પાનકાર્ડની નકલ રજૂ નહીં થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરમાં જમા થઇ શકશે નહીં. જેની ખાસ નોંધ લેવા માટે જિલ્લા તિજોરી અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News