વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે ગામમાં એક-એક યુવાને કર્યો આપઘાત હળવદના ટીકર રોડ ઉપરથી કતલખાને લઈએ જવાતા 2 પાડા-1 પાડીને બચાવ્યા: એક સામે ફરિયાદ ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી હળવદમાં પાણીનો વાલ્વ બંધ કરવા માટે અને સાફ-સફાઈ બાબતે મહિલાને દંપતી આપી જાનથી મારી નાખવાની ધમકી: હવે સામસામી ફરિયાદ મોરબીમાં જિલ્લા કક્ષાની જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ૧૫મી નવેમ્બરે કરાશે મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઝઘડાનો ખાર રાખીને મહિલાની આંખમાં મરચાની ભૂકકી છાંટીને બે મહિલાઓએ ધોકા વડે માર માર્યો


SHARE































વાંકાનેરમાં ઝઘડાનો ખાર રાખીને મહિલાની આંખમાં મરચાની ભૂકકી છાંટીને બે મહિલાઓએ ધોકા વડે માર માર્યો

વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા મહિલાના દીકરાને અગાઉ તે જ વિસ્તારમાં રહેતી બીજી મહિલાના દીકરા સાથે ઝઘડો થયેલ હતો તેનો ખાર રાખીને મહિલાની આંખમાં મરચાની ભૂકી છાટવામાં આવી હતી અને ત્યારબાદ બે મહિલાઓએ ધોકા વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલ બે મહિલાઓને સારવાર માટે હોસ્પિટકે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આરોગ્યનગરમાં વિકાસ ઓઇલ મીલની બાજુમાં રહેતા રાજેશ્વરીબેન દીપકભાઈ પીપળીયા (38)એ સિટી પોલીસ સ્ટેશન ખાતે જોશનાબેન અશોકભાઈ રાઠોડ અને જોશનાબેનના મોટા બહેન રહે. બંને બસ સ્ટેશન સામે આરોગ્યનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરાને જોશનાબેનના દીકરા લાલા સાથે અગાઉ ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને જોશનાબેનના મોટાબહેને ફરિયાદી રાજેશ્વરીબેનના મોઢા ઉપર મરચાની ભૂકી છાંટી હતી ત્યારબાદ જોશનાબેને લાકડાના ધોકા વડે ફરિયાદી રાજેશ્વરીબેન તથા સાહેદ રસીલાબેનને માર માર્યો હતો જેથી ફરિયાદીને ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી તથા રસીલાબેનને શરીરે મુંઢ ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલ બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની રાજેશ્વરીબેને ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલાઓની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે












Latest News