માળીયા (મી)ના સરવડ ગામે વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયેલ સગીરાનું મોત
SHARE







માળીયા (મી)ના સરવડ ગામે વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયેલ સગીરાનું મોત
માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે વાડીમાં દવાનો છંટકાવ કરતા સમયે ભાઈ અને ભાભીની સાથે કામ કરી રહેલ સગીરાને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યાર બાદ એમપી સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે સગીરાનુ મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામની સીમમાં ભલાભાઇ રમેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાકેશભાઈ તથા તેના પત્નીની સાથે રાકેશભાઈની બહેન અનિતા શોભારામ ડામોર (15) વાડીમાં દવાનો છંટકાવ કરવાનું કામ કરી રહી હતી ત્યારે અનિતા ડામોરને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી તેને મધ્યપ્રદેશના રતલામ ચિકિત્સા મહાવિદ્યાલય હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબીમાં કબીર ટેકરી પાસે રામાપીરના મંદિર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં કબીર ટેકરી વિસ્તારમાં રહેતા સિકંદર યુનુસભાઈ ચાનિયા (28) નામના યુવાનને ઇજા થયેલ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
