દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા
હળવદના ચરડવા ગામે રહેતા યુવાન સાથે ફૂલહારથી લગ્ન કરનાર કન્યા બીજા જ દિવસે છું: એક લાખની છેતરપિંડી
SHARE
લગ્ન ન નામે ઘણી વખત છેતરપિંડી કરવામાં આવતી હોય છે તેવી જ ઘટના મોરબી જિલ્લામાં સામે આવેલ છે જેમાં હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવાનને ફુલહાર કરી લગ્ન કરાવી આપવાનું કહ્યું હતુ અને કન્યા સાથે ફુલહાક કરાવ્યા હતા જો કે તેના બીજા જ દિવસે કન્યા છું થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે નવા તળાવ પાસે વણકરવાસમાં રહેતા મુકેશભાઈ ડાયાભાઈ સોલંકી (40) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશ જીવાભાઈ ચાવડા રહે. પીપળા તાલુકો ધાંગધ્રા તથા તુલસીબેન ગોસાઈ અને જોસનાબેન રહે બંન્ને રાજકોટ વાળા ની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી મુકેશ ચાવડાએ લગ્ન માટે ફરિયાદીને તુલસીબેન તથા જોસનાબેનનો સંપર્ક કરાવ્યો હતો અને તુલસીબેન ગોસાઈ સાથે ટંકારા તાલુકાના જીવાપર ગામે આવેલ કંટાળાવાળા મેલડી માતાજીના મંદિરે ફૂલહાર કરી લગ્ન કરાવી તેના બદલામાં ફરીયાદીની પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા જોકે લગ્નના બીજા જ દિવસે તુલસીબેન ગોસાઈ તેના ઘરેથી જતા રહ્યા હતા અને ત્યારબાદ બધા આરોપીઓને ફોન કરતા ફોન લાગતા ન હોય ભોગ બનેલા યુવાને સાથે આરોપીઓએ લગ્નના નામે એક લાખ રૂપિયાની છેતરપિંડી કરેલ હોય ભોગ બનેલ યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને બે મહિલા સહિત ત્રણેય આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે