મોરબીમાં ક્લાસીસના સંચાલકે સમયસર આવવા-બાકી ફી બાબતે ઠપકો આપતા વિદ્યાર્થીનીના પરિવારજનો સહિત 8 વ્યક્તિઓએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં તખ્તસિંહજી રોડ નવો બનાવવાનું કામ ચાલુ હોય ૩૦ દિવસ માટે રસ્તો બંધ, ૩ વૈકલ્પિક રસ્તાનું જાહેરનામુ પ્રસિધ્ધ રાજસ્થાનથી માટીની આડમાં આવતો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો: 11.09 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, ત્રણ ની શોધખોળ હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડના સળિયાની ચોરીના બનાવમાં ચાર શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ મોરબી શહેર-તાલુકા વિસ્તારમાં દારૂની ચાર બોટલો સાથે ચાર શખ્સ ઝડપાયા, એકની શોધખોળ હળવદના જુના દેવળીયા ગામે ઘરની પાછળ અવારનવાર આવતા શખ્સને ટપારતા મહિલા સહિત ચાર વ્યક્તિઓને જાથી મારી નાખવાની ધમકી મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે એક્ટિવા અને બે રેકડીને ઉડાવનારા સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો: આરોપીની શોધખોળ હળવદના ચરડવા ગામે રહેતા યુવાન સાથે ફૂલહારથી લગ્ન કરનાર કન્યા બીજા જ દિવસે છું: એક લાખની છેતરપિંડી
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે એક્ટિવા અને બે રેકડીને ઉડાવનારા સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો: આરોપીની શોધખોળ


SHARE











મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે એક્ટિવા અને બે રેકડીને ઉડાવનારા સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો: આરોપીની શોધખોળ

મોરબી સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ હિટ એન્ડ રનની ઘટનાઓ બનતી હોય છે તેવી જ રીતે મોરબીમાં ઉમા ટાઉનશીપના ગેટ પાસે શનિવારે રાતના સાડા આઠ વાગ્યાના અરસામાં સ્કોર્પિયો ગાડીના ચાલકે એકટીવા અને બે રેકડીને હડફેટે લીધા હતા અને લોકોએ પોતાના જીવ બચાવવા માટે સાઈડમાં જવું પડે તેવી રીતે બેફિકરાઇથી પોતાનું વાહન ચલાવ્યુ હતું જેથી કરીને અકસ્માતના બનાવ સંદર્ભે આધેડે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રીલીફ નગર બ્લોક નં- 46 માં રહેતા દિલીપભાઈ રસિકલાલ મહેતા  (54)એ હાલમાં સ્કોર્પિયો ગાડી નંબર જીજે 11 બીએચ 0005 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપના ગેટ પાસેથી આરોપી પોતાના હવાલા વાળી સ્કોર્પિયો ગાડી લઈને નીકળ્યો હતો ત્યારે બેફિકરાયથી ફૂલ સ્પીડમાં ગાડી ચલાવીને ફરિયાદીના પાર્ક કરેલા એક્ટિવા નંબર જીજે 36 કે 0749 તથા ત્યાં રાખવામાં આવતી બે રેકડીઓને હડફેટે લીધી હતી અને ફરિયાદી તથા સાહેદોને પોતાના જીવ બચાવવા માટે થઈને રોડ સાઈડમાં જવું પડે તે પ્રકારે બેફિકરાઇથી પોતાની સ્કોર્પિયો ગાડી ચલાવી હતી અને અકસ્માત સર્જીને એકટીવા તથા રેકડીઓમાં નુકસાની કરી હતી આટલું જ નહીં પરંતુ અકસ્માત સર્જીને આરોપી સ્થળ ઉપરથી પોતાની ગાડી લઈને નાસી છૂટ્યો હતો જોકે ઘટના સ્થળે અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ગાડીની નંબર પ્લેટ તૂટે ત્યાં પડી ગઈ હોવાથી તે નંબર પ્લેટ આધારે હાલમાં અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ગાડીના ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News