મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત બંને યુવાન રાજકોટ ખસેડાયા


SHARE











મોરબી-વાંકાનેર હાઇવે ઉપર બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત બંને યુવાન રાજકોટ ખસેડાયા

મોરબીના સામાકાંઠે આવેલા મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા બે યુવાનોને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા વિશાલ ફર્નિચર નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહેલા ચમનભાઈ હરખાભાઈ (૪૦) અને ભગવાનજીભાઈ કાનજીભાઈ (૪૦) રહે.બંને લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નિચર પાછળ મોરબી-વાંકાનેર હાઇવે વાળાઓને હાથે-પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જોકે બંને યુવાનોને ગંભીર ઇજાઓ થઇ હોય પ્રાથમિક સારવાર આપીને મોરબીની સિવિલ હોસ્પીટલમાં ઓર્થોપેડિક ડોક્ટરના અભાવે વધુ સારવાર અર્થે બંનેને રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

આધેડ મહિલા સારવારમાં

જામનગરમાં મોટા ફળિયા વિસ્તારમાં રહેતા સરોજબેન ગોવિંદભાઈ પરમાર નામની ૫૬ વર્ષીય આધેડ મહિલા ઘરેથી વાડીએ જતા હતા ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ સરોજબેન પરમારને મોરબીની ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ એસીયન ફ્લેકસીપેક નામના વીરપર નજીક આવેલા કારખાનામાં મજૂરી કામ કરતો ચંદ્રપ્રકાશ સયાનભાઈ નામનો ૩૮ વર્ષીય મજૂર યુવાન રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લેતા ચંદ્રપ્રકાશને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના ઘૂંટુ ગામે ગોવિંદભાઇ ભરવાડની વાડીએ રહીને મજુરી કામ કરતા ભુરાભાઈ મગનભાઈ ગાંગડીયા જાતે આદિવાસી નામના ૨૨ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજા થવાથી તેને સારવાર માટે લઇ જવાયો હતો સારવાર બાદ તેણે અજગરભાઈ દેવીપુજક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પોતે પંચાસર ચોકડી નજીક રસ્તો ભૂલી ગયો હોય તણે રસ્તો પૂછતાં સામાવાળાએ ગાળો આપીને તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો પોલીસે ભુરાભાઇની ફરિયાદ ઉપરથી અજગરભાઈ દેવીપુજક સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.






Latest News