મોરબી : ભૂમિ સુપોષણ એવમ સંરક્ષણ હેતુ રાષ્ટ્ર સ્તરીય જન અભિયાન પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠીનું આયોજન
વાંકાનેરમાં ખંભાળામાં પીઆઇ ઉપર હુમલો કરનારા વધુ ૧૨ આરોપીઓની ધરપકડ: આગવી ઢબે સરભરા
SHARE
વાંકાનેરમાં ખંભાળામાં પીઆઇ ઉપર હુમલો કરનારા વધુ ૧૨ આરોપીઓની ધરપકડ: આગવી ઢબે સરભરા
વાંકાનેરના ખંભાળા ગામે પીઆઇ ઉપર થોડા સમય પહેલા હુમલો કરવામાં આવ્યો હતો જેની પીઆઇએ મહિલાઓ સહિત ૩૩ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે રાયોટિંગ, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને અગાઉ આ ગુનામાં કેટલાક આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં વધુ ૧૨આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખંભાળા ગામે પવનચક્કી નાંખવાની હોય તે બાબતે અરજી આવી હતી અને ત્યાં પવનચક્કી નહીં નાંખવા બાબતે સામેના પક્ષ તરફેથી વિવાદ ચાલી રહ્યો હોય અરજીની તપાસમાં પીઆઇ બી.જી.સરવૈયા અને તેનો સ્ટાફ ગયો હતો ત્યારે સામેના પક્ષ દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. અને પીઆઇ સહિતનાને માર માર્યો હતો જે બનાવની વાંકાનેરના પીઆઇ બટુકસીહ ગુમાનસીહ સરવૈયા (ઉ.૫૮)એ તા ૨૪/૧૦ ના રોજ રમેશભાઇ હઠાભાઇ, મોના જીવણ, ગોપાલ મોના, મોમ જીવણ, કાના હમીર, તેજા જીવણ, ગુણા મોમ, રામા ઉર્ફે ઉકો તેજા, ગુણા મોના, ધના થોભણભાઇ, માંધા ભારાભાઇ, રમેશ મશરૂભાઈ, મૈયા પાચાભાઈ, છેલા ધારાભાઈ, વરવા પાંચાભાઇ, રાજુ ધારા, ભુપત ભલા, બાબુ ભલા, બાલા કારા, જગા હમીર, છેલા મુળા, પાયા મુળા, રણછોડ મોના, જીતા મોમ, નાનુ થોભણ તથા ત્રણેક અજાણ્યા પુરૂષ અને પાંચેક અજાણી મહિલો રહે. બધા ખાંભાળા આમ કુલ મળીને ૩૩ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી હતી
આ ગુનામાં પોલીસે અગાઉ ૧૨ જેટલા આરોપીઓને સમયાંતર પકડ્યા હતા અને હાલમાં આ ગુનામાં વધુ ૧૨ આરોપીઓને પકડવામાં આવેલ છે જેમાં જગાભાઇ હમીરભાઇ ગમારા (ઉ.૪૫), કાનાભાઇ હમીરભાઇ ગમારા (ઉ.૨૫), સમા ઉર્ફે ઉકો તેજાભાઇ ગમારા (ઉ.૨૨), ગુણાભાઇ મોનાભાઇ ગમારા (ઉ.૨૪), ગુણાભાઇ મોમભાઇ ગમારા (ઉ. ૨૩), જીતાભાઇ મોમભાઇ ગમારા (ઉ.૧૮), ગોપાલભાઇ મોનાભાઇ ગમારા (ઉ.૩૫), તેજાભાઇ જીવણભાઇ ગમારા (ઉ.૫૫), રણછોડભાઇ મોનાભાઇ ગમારા (ઉ.૩૫), રમેશભાઇ મશરૂભાઇ ગમારા (ઉ. ૪૦), મોનાભાઇ જીવણભાઇ ગમારા (ઉ.૫૭) અને મોમભાઇ જીવણભાઇ ગમારા (ઉ.૫૦) રહે. બધા ખભાળા નેશ (લીંબાળા) વાળાનો સમાવેશ થાય છે અને પોલીસ અધિકારી ઉપર હુમલો કરનાર શખ્સોની પોલીસે આગવી ઢબે સરભરા કરી હોવાનું જાણવા મળેલ છે