મોરબીના પાવડીયારી પાસે કામ દરમિયાન ઈજાઓ થતાં મહિલા રાજકોટ ખસેડાઇ
મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં હોદેદારોને કામે લાગવા અલ્ટિમેટમ!: કાલથી જનજાગરણ અભિયાન શરૂ
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં હોદેદારોને કામે લાગવા અલ્ટિમેટમ!: કાલથી જનજાગરણ અભિયાન શરૂ
મોરબીમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક સાથોસાથ જિલ્લાના આગેવાનો સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આવતીકાલથી મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર કોંગ્રેસ દ્વારા જનજાગરણ અભિયાન શરૂ કરવામાં આવશે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથોસાથ લોકો વર્તમાન સરકારના નિર્ણયથી પીસાઈ રહ્યા છે ત્યારે જુદા જુદા મુદ્દાઓને લઈને સરકારને ઘેરવા માટે પણ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો સક્રિય બને તે માટે પણ પ્રદેશમાંથી આવેલા મોરબી જિલ્લાના પ્રભારી કરણરાજસિંહ જાડેજા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલની અધ્યક્ષતામાં મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ પાટીદાર હોલ ખાતે જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક હતું અને તેની સાથે સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ તકે મોરબી જિલ્લાના કોંગ્રેસના પ્રભારી કરણસિંહ જાડેજા, ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ રાજુભાઇ કાવર, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબિયા, જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ પરજિયા, મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેન અમુભાઈ હુંબલ, મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેન ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, તાલુકા પંચાયતના માજી સભ્ય વિજયભાઈ કોટડીયા, પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારી, ધર્મેન્દ્રભાઈ વિડજા, લલિતભાઈ કસૂન્દ્રા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં હાજર રહેલા કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોને સંબોધતા ટંકારા ધારાસભ્ય કહ્યું હતું કે વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણયના કારણે યુવાનો, ખેડૂતો, ગૃહિણીઓ, ઉદ્યોગકારો તમામ હેરાન-પરેશાન છે ત્યારે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો સંગઠન મજબૂત બનાવીને સંકલન કરીને મેદાને પડે તો સો ટકા ૨૦૨૨ માં ગુજરાતની સરકાર કોંગ્રેસની સરકાર બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો રાજ્યસભા અમુક બેઠકો જવાની સાથે જ ડીઝલ પેટ્રોલના ભાવમાં તોતિંગ ઘટાડો કરવામાં આવ્યો તો આવી જ રીતે ગુજરાત ગુમાવવું પડે તો ગેસના બાટલા, પેટ્રોલ-ડીઝલથી માંડીને બધી જ વસ્તુમાં મોટી રાહત ગુજરાતનાં લોકોને મળે તેમ છે
મોરબી જિલ્લાના કોંગ્રેસનાં પ્રભારી કરણસિંહ જાડેજાએ કહ્યું હતું કે કોંગ્રેસમાં દરેક હોદ્દેદારોએ કામ કરવાનું રહેશે જે લોકો હોદા લઈને કામ નહિ કરતા હોય તે લોકોના હોદ્દા પાછા લઈને સક્રિય કાર્યકરો અને આગેવાનોને જવાબદારી સોંપવામાં આવશે તેવી પ્રદેશમાંથી સૂચના મળી છે જેથી કરીને મોરબી જિલ્લાની અંદર આવા કોઈ આકરા પગલાં ન લેવા પડે તે માટે થઈને મોરબી જિલ્લાના વર્તમાન જે કોઈ હોદ્દેદારો છે તેમના દ્વારા પ્રદેશમાંથી જે કોઈ કાર્યક્રમો આપવામાં આવે તેમાં અંગત રીતે રસ લઈને કાર્યક્રમ સફળ થાય તેમ જ લોકો સુધી કોંગ્રેસ પક્ષની વાત પહોચે તે માટે કામ કરવાનું રહેશે તેની સાથોસાથ આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનજાગરણ અભિયાન શરૂ કરવાનું છે તેમાં દરેક તાલુકાની અંદર ગામડે ગામડે જઈને લોકોની સાથે કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારોએ મુલાકાત કરે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે પણ સ્થાનિક આગેવાનોને કહ્યું હતું
આ વિસ્તૃત કારોબારીની બેઠકની અંદર જુદા જુદા ઠરાવ પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને મોરબી જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થા મજબૂત બને તે માટે ઠરાવ કરવામાં આવ્યો હતો તેની સાથે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે તેવી પણ માગણી સાથેનો ઠરાવ આ કારોબારી બેઠકની અંદર કરવામાં આવેલ છે આ સિવાય પણ કેટલાક ઠરાવો કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં કોંગ્રેસના દરેક કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો કામે લાગી જાય તે માટે થઈને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઇ પટેલ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું