મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ગુજરાતમાં ભાજપની સરકાર હતી, છે અને રહેશે, માટે કોઈ કામમાં ઉતાવળ કરવાની નહીં: ભુપેન્દ્રભાઈ પટેલ


SHARE











ગુજરાતમાં ભાજપની સરકાર હતી, છે અને રહેશે, માટે કોઈ કામમાં ઉતાવળ કરવાની નહીં: ભુપેન્દ્રભાઈ પટેલ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રજત તુલા કરવામાં આવી હતી અને તેઓએ પોતાના ઉપરથી દ્રષ્ટાંત આપીને ભાજપના દરેક કાર્યકરોને કહ્યું હતું કે, હું પણ કામ કરતાં કરતાં તમારી જેમ અહી સુધી આવ્યો છું માટે જયાં છો ત્યાં કામ કરતાં રહો અને કોઈપણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી ભાજપની સરકાર આજે છે, કાલે હશે અને આગામી સમયમાં પણ રહેવાની જ છે જેથી કરીને જે કામ કરીએ તેમાં કાયમી નિકાલ થાય તેવા કામ કરવાના છે

મોરબી રાજકોટ હાઇવે ઉપર જે.પી.ફાર્મમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ, પ્રદેશ મહિલા અધ્યક્ષ દિપીકાબેન સરડવા, રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, ધારાસભ્ય પરસોતમ સાબરીયા, મહામંત્રી જયુભા જાડેજા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડીયા હિતના આગેવાનો, હોદેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પહેલી જ વખત મોરબી આવ્યા હોવાથી તેની મોરબી સીરામીક એસોસિએશન દ્વારા રજત તુલા કરવામાં આવી હતી અને ૧૦૦ કિલો ચાંદીથી તેમની રજત તુલા કરવામાં આવી હતી. 

ત્યાર બાદમાં ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, હું પણ કામ કરતાં કરતાં તમારી જેમ અહી સુધી આવ્યો છું માટે જયાં છો ત્યાં કામ કરતાં રહો અને કોઈ કામ ટીટ્વેન્ટીની જેમ કરવાના નહિ કેમ કે, રાજ્યમાં ભાજપની સરકાર આજે છે, કાલે હશે અને આગામી સમયમાં પણ રહેવાની જ છે જેથી કરીને જે કામ કરીએ તેમાં કાયમી નિકાલ થાય તેવા કામ કરવાના છે કોઈપણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી અને આગામી સમયમાં મોરબીના કાર્યકરોને મળવા માટે મોરબીનો સ્પેશ્યલ કાર્યક્ર્મ કરવાની મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી હતી અને દરેક કાર્યકરોને તેના કામ માટે ગાંધીનગરના દરવાજા ખુલ્લા છે તેવું આહ્વાન કર્યું હતું અને જે કામ લઈને આવશો તે કરવામાં આવશે તેવી ખાતરી તેઓએ સ્નેહમિલનના કાર્યક્ર્મમાં આવેલા તમામ લોકોને આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ જિલ્લા, તાલુકા, યુવા અને મહિલા ભાજપની ટિમ દ્વારા કામ કરવામાં આવ્યું હતું 






Latest News