મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ટંકારાનાં લજાઈ પિએચસીમાં “માં અમૃતમ કાર્ડ” માટે કીટ કે સ્ટાફ હજુ ફાળવેલ નથી ?


SHARE

















ટંકારાનાં લજાઈ પિએચસીમાં “માં અમૃતમ કાર્ડ” માટે કીટ કે સ્ટાફ હજુ ફાળવેલ નથી ?

ટંકારા તાલુકાનાં લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને સમગ્ર જિલ્લાના ક્વોલિટી મેડિકલ ઓફિસર તરીકેનો ચાર્જ સાંભળતા આરોગ્ય અધિકારીને જ ટંકારા તાલુકાની પ્રજાને સરકારની માં અમૃતમ કાર્ડની સુવિધા આપવામાં જરાપણ રસ ન હોય તેમ યોજના શરૂ થયાના ૨૩ દિવસ બાદ પણ કીટ કે સ્ટાફ ન ફાળવતા ટંકારાની પ્રજા પરેશાન થઇ રહી છે.

એવું કહેવાય છે “મોસાળમાં જમણને માં પિરસનાર હોય એટલે કાઈ ધટે નહી” પરંતુ ટંકારા પરીસ્થિતી સાવ જુદી છે. ધણા વર્ષોથી તાલુકાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર હાર્દિક રંગપરીયા ફરજ બજાવી રહ્યા છે અને જીલ્લામાં ખાલી પડેલી ક્વોલિટી મેડિકલ ઓફિસરનો વધારાનો હવાલો પણ તેમની પાસે હોવા છતાં તેમના જ મૂળ તાલુકાની પ્રજાને રામભરોસે મુકી છે. સરકાર દ્વારા તમામ લોકોના આરોગ્યની ચિંતા કરી સરકારી દવાખાનામાંથી જ માં અમૃતમ યોજનાના કાર્ડ નીકળે તે માટે ૧ જૂનથી વ્યવસ્થા ગોઠવી છે અને આ વ્યવસ્થા ડો.રંગપરીયા જ સાંભળતા હોવા છતાં જૂન માસના ૨૩ દિવસ વીત્યા બાદ પણ તેઓ જે તાલુકામાંથી પગાર મેળવે છે ત્યાં ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કીટ અને સ્ટાફને તાલીમ નહી આપતા ગરીબ પ્રજા નિસાસા નાખી રહી છે. આ સંજોગોમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતની અમલવારી ટંકારામા શરૂ થવા સામે પ્રશ્નાર્થ સર્જાયા છે. આ મામલે જવાબદાર અધિકારી ડો. રંગપરીયાને ફોન કરતા ગોળગોળ જવાબ આપી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. અને સ્ટાફની કમીનું બહાનું આગળ ધરી આગામી મહિનાથી માં અમૃતમ યોજનાની કામગીરી શરૂ થશે. તેમ જણાવ્યું હતું.




Latest News