વાંકાનેરમાં ખંભાળામાં પીઆઇ ઉપર હુમલો કરનારા વધુ ૧૨ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર
મોરબીના સામાકાંઠે રહેતી પરિણીતા ઘરેથી કહ્યા વગર ગુમ
SHARE
મોરબીના સામાકાંઠે રહેતી પરિણીતા ઘરેથી કહ્યા વગર ગુમ
મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ નજીકના બૌધ્ધનગર વિસ્તારમાં રહેતા પરિવારની મહિલા ઘરેથી કોઈને કંઇ કહ્યા વગર ગુમ થઈ ગયેલ હોય તેના પતિએ પોલીસને જાણ કરતા પોલીસે પરિણીતાની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા નજરબાગ વિસ્તારના બૌધ્ધનગરમાં રહેતા દેવજીભાઈ કરશનભાઈ મુછડીયા (ઉમર ૩૪) ના પત્ની મંજુબેન દેવજીભાઈ મુછડીયા (ઉમર ૨૮) ગત તા.૯-૧૧ ના રોજ સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાનમાં ઘરેથી ચાલ્યા ગયા છે.મંજુબેન ઘરે કોઇપણને કોઈપણ જાતની જાણ કર્યા વગર ચાલ્યા ગયેલા હોય પરિવારે ઘરમેળે શોધખોળ કર્યા બાદ દેવજીભાઈ મુછડીયાએ સીટી બી ડીવીઝન પોલીસ મથકે ઉપરોક્ત બાબત અંગે જાણ કરતાં હાલમાં પોલીસે ગુમશુધા નોંધ દાખલ કરી છે જેની તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે