મોરબીના ભરતનગર પાસે બીમારી સબબ આધેડનું મોત
SHARE
મોરબીના ભરતનગર પાસે બીમારી સબબ આધેડનું મોત
મોરબીના માળીયા હાઈવે ઉપર ભરતનગર ગામ પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ટ્રક પાર્કીંગ કરીને સૂતેલા રાજસ્થાની ડ્રાઈવરનું બિમારી સબબ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તાલુકા પોલીસ મથકની હદમાં માળીયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે સોમનાથ મહાદેવ હોટલના પાર્કિંગમાં ટ્રકને પાર્ક કરીને ત્યાં રોકાયેલા ઉમરાવસિંગ ગ્યારસીલાલ સીંઘ જાતે જાટ (ઉમર ૫૪) રહે.ખેડકી વિરવાન તાલુકો કોટપુતલી જિલ્લો જયપુર રાજસ્થાન વાળો તા.૧૨ ના રોજ ઉપરોકત જગ્યાએ ટ્રકમાં સૂતા હતા તે દરમિયાનમાં તેઓને લોહીની ઉલ્ટી થતા નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગતા તેમને બેભાન હાલતમાં દવાખાને લઈ જવાયા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અને પોલીસ મથક ખાતે અશોકભાઈ અઘારા રહે.ભરતનગરએ જાણ કરી હોય તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડાંગરે તપાસ શરૂ કરી હતી જેમાં મૃતક ઉમરાવસિંગ ગ્યારસીલાલ સીંઘ જાતે જાટના ભાઈનું નિવેદન લેતાં મૃતક છેલ્લા ચારેક માસથી બિમાર હતા અને બીમારી સબબ તેમના નાક-કાનમાંથી લોહી નિકડતા અને મોઢામાંથી લોહીની ઉલ્ટી થઈ જતા તેમનું મોત નીપજ્યું હોવાનું ખુલ્યું હતું.