રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી
Breaking news
Morbi Today

વાંકાનેરના દીઘલીયા ગામના બોર્ડ નજીક ઓવરટેક કરતાં સમયે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE











વાંકાનેરના દીઘલીયા ગામના બોર્ડ નજીક ઓવરટેક કરતાં સમયે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામના બોર્ડ પાસેથી પસાર થઈ રહેલા બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રકના પાછળના ટાયરમાં આવી જવાના કારણે વૃદ્ધનું  મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના લાકડાધાર ગામે રહેતા કિશોરભાઈ છગનભાઈ અણીયારીયા (29)એ હાલમાં ટ્રક નંબર ટીએમ 29 સીવી 5087 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના દીલીયા ગામના બોર્ડ પાસેથી તેઓના પિતા છગનભાઈ માવજીભાઈ અણિયારીયા (70) બાઈક નંબર જીજે 3 એફજે 6076 લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રક ચાલક તેના બાઈકનો ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હતો અને ત્યારે ફરિયાદીના પિતા ટ્રકના પાછળના ટાયરમાં આવી જતાં તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News