મોરબીના મકનસર ગામેથી મળી આવેલ નવજાત બાળકને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો
હળવદ નજીકથી એક્સયુવી ગાડીમાંથી એક પિસ્ટલ, બે મેગેઝીન અને 17 જીવતા કાર્ટિસ સાથે એકની ધરપકડ: ૧૦.૧૨ લાખનો મુદામાલ કબજે
SHARE
હળવદ નજીકથી એક્સયુવી ગાડીમાંથી એક પિસ્ટલ, બે મેગેઝીન અને 17 જીવતા કાર્ટિસ સાથે એકની ધરપકડ: ૧૦.૧૨ લાખનો મુદામાલ કબજે
અમદાવાદ માળીયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી એક્સયુવી ગાડીને રોકીને હળવદ પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાં જઈ રહેલા શખ્સ પાસેથી એક પિસ્ટલ અને બે મેગેઝીન તથા 17 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા જેથી પોલીસે હથિયાર તથા ગાડી મળીને 10,12,200 ની કિંમતનો મુદ્દા માલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના અજીતસિંહ સીસોદીયા અને હરવિજયસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે અમદાવાદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ કવાડિયા ગામના પાટીયા પાસેની ચેકપોસ્ટ પાસે વોચ રાખવામા આવી હતી અને ત્યારે ચેકપોસ્ટ ઉપરથી મળેલ બાતમી મુજબની મહિન્દ્રા એક્સયુવી 700 ગાડી નંબર જીજે ૨૭ ઇસી 9789 પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને ગાડીમાં જઈ રહેલા શખ્સને ચેક કરવામાં આવ્યો હતો અને ત્યારે આ શખ્સ પાસેથી એક મેગેઝીન સાથેની પિસ્ટન તથા અન્ય એક મેગેઝીન તેમજ 17 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે હથિયાર તથા ગાડી મળીને 10,12,200 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને આરોપી અખેરામસિંહ દયાલસિંહ ચૌધરી (42) રહે. એ-303 શ્રીનાથ રેસીડેન્સી આકૃતિ ટાઉનશીપ નજીક નારોલ અમદાવાદ મૂળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ મસાલાની વાડીની બાજુમાં સુરજ પાન પાછળના ભાગે દેવવિલાસ સોસાયટીમાં રહેતા જયાબેન વશરામભાઈ નકુમ (70) નામના વૃદ્ધાએ હાલમાં બાઈક નંબર જીજે ૧૨ ડીડી 7658 ના ચાલક કલ્પેશ આહીર સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર નવલખી ફાટકથી વાવડી ચોકડી તરફ જવાના રસ્તા ઉપર મોગરની વાડીની પાસે રોડ ઉપરથી આરોપી બાઇક લઈને નીકળ્યો હતો ત્યારે ફરિયાદી રોડ ક્રોસ કરતા હોય આરોપીએ તેઓને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને ડાબા પગના નળાના ભાગે તેમજ કમરની પાછળના ભાગમાં ફેક્ચર જેવી ગંભીર ઈજા થયેલ છે અને શરીરે પણ ઇજાઓ થયેલ છે જેથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ વૃદ્ધાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.