વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં 13 ગાયની કતલ કરવાના ગુનામાં પકડાયેલા 6 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર: ગૌહત્યાની કલમનો ઉમેરો કરાયો


SHARE









માળીયા (મી) તાલુકામાં 13 ગાયની કતલ કરવાના ગુનામાં પકડાયેલા 6 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર: ગૌહત્યાની કલમનો ઉમેરો કરાયો

માળીયા (મી)ના ખાખરેચી ગામે રહેતા માલધારીઓએ ચીખલી ગામે રહેતા પિતા-પુત્રને તેની કુલ મળીને 50 જેટલી ગાયોને ચરાવવા માટે આપેલ હતી જે પૈકીની 14 જેટલી ગાય પરત આપેલ ન હતી જેથી કરીને માલધારીઓની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેથી ગાયો ચરાવવા માટે રાખનારા પિતા-પુત્ર સામે નામ જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે 6 શખ્સોની ધરપકડ કરેલ હતી અને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને હાલમાં નોંધાયેલ ફરિયાદમાં ગૌ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે અને આ શખ્સોએ કેટલી ગાયોની કતલ કરવામાં આવી છે અનેકયા કતલ કરી હતી તે દિશામાં તપાસ કરવામાં આવશે.

માળિયા (મી) ના ખાખરેચી ગામે રહેતાને પશુપાલનનો ધંધો કરતાં જલાભાઇ શીયારે તેની માલિકીની 20 ગાય તેમજ બળદેવભાઈ મેવાડાએ પોતાની માલિકીની 30 ગાય આરોપીઓને પૈસા આપીને રખેવાળ તરીકે ચરાવવા માટે થઈને મુસ્તાક લધાણી અને તેના પિતા આમિન લધાણીને આપી હતી જે પૈકીની જલાભાઇની ત્રણ ગાય અને બળદેવભાઈની 11 ગાય આમ કુલ મળીને 14 ગાય મુસ્તાક અને તેના પિતાએ પરત નહીં આપીને માલધારીઓ સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને 85 હજાર રૂપિયાની કિંમતની ગાયો પરત નહીં આપનારા પિતા પુત્ર સહિતનાઓની સામે જલાભાઈ ઉર્ફે જીલાભાઈ ભાલુભાઈ શીયાર (45)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક આમીનભાઈ લધાણી અને આમીન કરીમભાઈ લધાણી રહે, બંને ચીખલી તાલુકો માળીયા મીયાણા તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાવેલ હતી.

આ ગુનામાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ દ્વારા આરોપી આમીન કરીમભાઈ લધાણી અને મુસ્તાક આમીનભાઈ લધાણી રહે. બન્ને ચીખલી માળીયા (મી), રમજાન હારુનભાઈ જામ રહે. જુના અંજિયાસર, અલાઉદ્દીન મુસાભાઇ જામ, અબ્બાસ મુસાભાઇ મોવર અને સાઉદીન ઓસમાણ કાજેડીયા રહે. ત્રણેય કાજરડા વાળાની ધરપકડ કરી હતો અને આરોપી મુસ્તાક લધાણી અને તેના પિતા આમીન લધાણીને ચરાવવા આપેલ ફરિયાદી સહિત બંનેની જે ગાયો ગુમ થયેલ હતી તેમાંથી બાકીના ચાર આરોપીઓએ ચાર ગાયની કતલ કરી હોવાની કબુલાત આરોપીઓ આપી છે અને જો કે, માલધારીઓની ગાય તેઓની જાણ બહાર રૂપિયા 1 થી 4 હજાર સુધીની રકમ લઈને આરોપી રમજાન જામ અલાઉદ્દીન જામ, અબ્બાસ મોવર અને સાઉદીન કાજેડીયાને ગાય ગેરકાયદે વેંચી નાખી હતી.

ત્યાર બાદ આ ચારેય આરોપીએ રણ વિસ્તારમાં ગાયની કતલ કરી હોવાનું સામે આવ્યું છે અને જે ગાયોની હત્યા કરવામાં આવી છે તેના ગૌ માંસની મિજબાની માણી હોવાનું હાલમાં આરોપીઓ પોલીસને જણાવી રહ્યા છે જો કે, ગુમ થયેલ 14 ગાય પૈકીની એક ગાય મળી આવેલ છે અને બાકીની બધી જ ગાયોની કતલ કરીને આ ચાર શખ્સોએ જ મિજબાની માણી હતી કે બીજા કોઈ પણ તેની સાથે જોડાયેલ હતા અને આ શખ્સોએ ગાયોની કતલ કરીને તેના ગૌ માંસનું વેચાણ કર્યું છે કે, કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને હાલમાં પકડેલા આરોપીઓના કહેવા મુજબ તે ગાયની કતલ કરીને ગૌ માસની મિજબાની કરતા હતા.

જોકે, ગાયોની કતલ કરવામાં આવી હતી તે સહિતની તપાસ કરવાં આવશે તેમજ ગાયના કંકાલને કબ્જે કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અને આ બનાવમાં પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને નોકર ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડ્યા હતા જો કે, ગૌહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેથી કરીને ગૌ હત્યાની કલમનો હાલમાં નોંધાયેલ ફરિયાદમાં ઉમેરો કરીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને પકડાયેલા છ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તે તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. જેથી ગાયોની કતલ કયા કરી ? માંસનો નિકાલ કેવી રીતે કરતાં હતા ?, માંસનું વેચાણ કરવામાં આવ્યું હતું કે કેમ ? વિગેરે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે.




Latest News