મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર અને ભરતનગર ગામ પાસેથી અન અધિકૃત રીતે ખનીજ પરિવહન કરતાં ચાર વાહન પકડાયા


SHARE













મોરબીના લક્ષ્મીનગર અને ભરતનગર ગામ પાસેથી અન અધિકૃત રીતે ખનીજ પરિવહન કરતાં ચાર વાહન પકડાયા

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં માળીયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ તથા ભરતનગર ગામ પાસે વોચ ગોઠવવામાં આવતા ત્યાંથી કુલ મળીને ચાર વાહનો બિનઅધિકૃતપણે ખનીજ પરિવહન કરતા મળી આવ્યા હતા.જેમાં લક્ષ્મીનગર ગામ પાસેથી વાહન નંબર જીજે ૧૩ એએકસ ૫૧૯૩ ડ્રાઇવર ડાભી દિનુભાઈ બાબુભાઈ, જીજે ૩૯ ટીએ ૮૦૪૪ ડ્રાઇવર સામતભાઈ દાનાભાઈ પરમાર રહે.ભીમાસર કચ્છ અને જીજે ૧૨ બીઝેડ ૯૨૪૪ ડ્રાઇવર કાળાભાઈ દુદાભાઈ મકવાણા રહે.માંજલવાવ કચ્છ વાળાઓને અટકાવીને તપાસ કરવામાં આવતા તેઓના વાહનમાં ભરવામાં આવેલ ખનીજના કોઈ આધાર પુરાવા ન હોય સ્ટાફના મિતેશભાઈ ગોજીયા દ્વારા આ ત્રણેય વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને દંડ વસૂલવાની કાર્યવાહી માટે તેને તાલુકા પોલીસ હવાલે કર્યા હતા.તે રીતે જ ભરતનગર ગામ પાસેથી પસાર થતા વાહન નંબર જીજે ૩૬ ટી ૬૪૪૬ ને અટકાવીને તેના ડ્રાઇવર અલ્તાફ હાજી હિંગરોજા રહે.પીપરાણીવાસ કચ્છ વાળાની પાસે તેના વાહનમાં ભરેલા ખનીજ અંગે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા જે તેની પાસે ન હોય તેની પાસેથી પણ દંડ વસૂલવાની કાર્યવાહી માટે વાહન જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું હાલ સૂત્રમાંથી જાણવા મળે છે.
મહિલા સારવારમાં

મોરબીના નાની વાવડી ગામે ભક્તિનગર સોસાયટીમાં રહેતા સંગીતાબેન યોગેશભાઈ મિયાત્રા નામના ૩૪ વર્ષીય મહિલાને તેઓના ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ઉજવલદાન ટાપરિયા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી જ્યારે મોરબી કાલિકા પ્લોટ મતવા મસ્જિદ પાસે રહેતા અબ્દુલભાઈ ઈકબાલભાઈ રાઠોડ નામનો ૩૨ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ઉંદર મારવાની દવા પી ગયો હતો.જેથી કરીને તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા કુલીનગર ખાતે રહેતો અબ્દુલ હુસેનભાઇ કટિયા નામનો ૪૬ વર્ષીય યુવાન રિક્ષા લઈને મોરબી-કંડલા બાયપાસ ઉપરથી જતો હતો ત્યારે ત્યાં જુની આરટીઓ કચેરી પાસે તેની રીક્ષા ડમ્પર સાથે અથડાતા ઇજા પામતા અબ્દુલ કટીયાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના બરવાળા ગામે રહેતા નિલેશભાઈ ત્રિભુવનભાઈ શેરસીયા નામનો ૩૬ વર્ષનો યુવાન બાયક લઇને જતો હતો ત્યાં રસ્તામાં તેના બાઇક સાથે રોજડું અથડાતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેમાં ઇજા થવાથી સારવારમાં ખાનગી હોસ્પિટલએ ખસેડાયો હતો.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના ઇન્દ્રવદનભાઈ અજમેરી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના ઘુંટું ગામે રહેતા દિનેશભાઈ બચુભાઈ મકવાણાને મારામારીના બનાવમાં ઈજા થતાં તેઓને પણ સિવિલે સારવાર માટે ખસેડાયા હતા તેમ તાલુકા પોલીસએ જણાવેલ છે.








Latest News