વાંકાનેરમાં મિત્ર સાથે ઝઘડો કરનારાઓની સાથે વાત કરવા ગયેલા ત્રણ યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરીના ઘા માર્યા
SHARE









વાંકાનેરમાં મિત્ર સાથે ઝઘડો કરનારાઓની સાથે વાત કરવા ગયેલા ત્રણ યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરીના ઘા માર્યા
વાંકાનેરમાં બસ સ્ટેશન પાસે મિત્રને થયેલા ઝઘડા બાબતે વાતચીત કરવા માટે ગયેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રણેયને હાથના કાંડા, માથા અને આંગળીમાં ઇજા કરી હતી જેથી ઇજા પામેલ ત્રણેય વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ જુના વઘાસિયા ગામે રહેતા વીરપાલસિંહ જગદીશસિંહ નારુભા (19) એ હાલમાં ક્રિશ વિંઝવાડીયા અને કરણ વિંઝવાડીયા રહે. બંને માટેલ તાલુકો વાંકાનેર વાળા તથા અન્ય ત્રણ શખ્સ આમ કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, વાંકાનેરમાં આવેલ બસ સ્ટેશન ખાતે ફરિયાદીના મિત્ર પૃથ્વીરાજસિંહ ઝાલાને આરોપીની સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હતો જેથી ફરિયાદી અને સાહેદો આરોપીઓ સાથે વાતચીત કરવા માટે તેને ગયા હતા ત્યારે વાંકાનેર બસ સ્ટેશનમાં ક્રિસ વિંઝવાડીયાએ બોલાચાલીને ઝઘડો કર્યો હતો જ્યારે કરણ વિંઝવાડીયાએ છરી વડે ફરિયાદી સહિત ત્રણ વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે ફરિયાદી યુવાનને ડાબા હાથના કાંડાના ભાગે અને સાહેદ રાજદીપસિંહને માથામાં અને ભવ્યદીપસિંહને આંગળીમાં છરી વડે ઈજા કરવામાં આવી હતી જેથી ઈજા પામેલ ત્રણેય વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
અકસ્માતમાં ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં
ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ પ્રભુનગરમાં પાણીના ટાંકા પાસે રહેતા મહેશભાઈ ગોરધનભાઈ પારઘી (43)એ અજાણી બોલેરો ગાડીના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના બોર્ડ થી વાંકાનેર તરફ જતા મીતાણા રોડ ઉપરથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 3 ઈજે 7847 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઈકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીને પગમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે સાહેદને પણ શરીરે ઇજાઓ થઈ હોવાથી સારવારમાં લઈ ગયા હત અને અકસ્માતના બનાવમાં બાઇકમાં નુકસાની થયેલ હતું જોકે, બોલેરો ગાડીનો ચાલક અકસ્માત થયા બાદ પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
