હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીની જવાહર સોસાયટીમાં ઘરમાંથી દારૂની 105 બોટલ કબજે, ઘરધણી સહિત બે આરોપીને પકડવા શોધખોળ


SHARE

















મોરબીની જવાહર સોસાયટીમાં ઘરમાંથી દારૂની 105 બોટલ કબજે, ઘરધણી સહિત બે આરોપીને પકડવા શોધખોળ

મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 105 દારૂની બોટલો મળી આવી હતી જેથી કરીને 71,606 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો ઘરધણી સહિત બે શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા ભરત ધનજીભાઈ મકવાણાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને 105 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 71,606 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ માલ વિજય શીવાભાઈ મકવાણા રહે. જવાહર સોસાયટી ભડીયાદ રોડ મોરબી વાળાનો હોવાનુ સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિજય શીવાભાઈ મકવાણા તથા ઘરધણી ભરત ધનજીભાઈ મકવાણા રહે. જવાહર સોસાયટી ભડીયાદ વાળાની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ચાર બોટલ દારૂ

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર સાયન્સ કોલેજની પાછળ મેલડી માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2784 ની કિંમતનો દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હરેશ મનસુખભાઈ મકવાણા (26) રહે. ગાંધી સોસાયટી નજરબાગ રેલવે સ્ટેશન સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂની બોટલો તેને વિજય શીવાભાઈ મકવાણા રહે. જવાહર સોસાયટી મોરબી વાળાએ આપી હોવાનું સામે આવતા બંને શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને વિજય મકવાણાને આ ગુનામાં પણ પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News