મોરબીમાં આવેલ નવજીવન સ્કૂલનો વાર્ષિકોત્સવ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે રવિવારે યોજાશે
મોરબી નજીક હેર આર્ટની દુકાનમાંથી 7 બોટલ દારૂ સાથે દુકાનદાર પડકાયો, એકની શોધખોળ: જુના દેવળીયામાંથી દારૂની બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
SHARE









મોરબી નજીક હેર આર્ટની દુકાનમાંથી 7 બોટલ દારૂ સાથે દુકાનદાર પડકાયો, એકની શોધખોળ: જુના દેવળીયામાંથી દારૂની બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
મોરબીના લાલપર ગામ પાસે આવેલ વિનય હેર આર્ટની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની હક્કિત આધારે એલસીબી ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની સાત બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દુકાનદરની ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવતા તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ સોમાણી બાથવેરની ઓફિસ સામે વિનય હેર આર્ટની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબી ટીમને હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની સાત બોટલ મળી આવતા પોલીસે 7790 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હિમાંશુ મુકેશભાઈ રાઠોડ રહે. હાલ સદગુરુ સોસાયટી ક્રિષ્ના સ્કૂલની પાસે રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન હાર્દિક અજયભાઈ સોલંકી રહે. લીલાપર રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને આ બંને શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી હાર્દિક સોલંકીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે
ત્રણ બોટલ દારૂ
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સ્કૂલ પાસેથી બાઇક લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસે રહેલા બેગમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1571 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા 25 હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 26,571 રૂપિયાની કિંમતનું મુદામાલ કબજે કર્યો હતો અને જો કે, આરોપી તેનું બાઈક અને દારૂની બોટલો ભરેલ બેગ મૂકીને નાસી ગયેલ હોય હાલમાં પોલીસે આરોપી કલ્પેશ જયંતિભાઇ પટેલ રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
