ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં પડી જવાથી માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE

















મોરબીમાં ઘરમાં પડી જવાથી માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતો યુવાન પોતે પોતાના ઘરે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં કોઈ કારણોસર પડી જતા તેને માથામાં ઇજા થઈ હતી જેથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ કરવા માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા શામજીભાઈ ગોવિંદભાઈ સોલંકી (39) નામનો યુવાન ગત તા. 4/1 ના રોજ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં ઘરે હતો ત્યારે કોઈ કારણોસર પડી જતા તેને માથામાં અને શરીરે ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં કેસવાનંદ બાપુના આશ્રમ પાસે કુલીનગર-1 માં રહેતા મુમતાજબેન ઇમરાનભાઈ મોવર નામના મહિલા કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે અજાણ્યુ પ્રવાહિ લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી છે.

બે યુવાનને ઇજા

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા મિલન ભુપતભાઈ (21) અને વિશાલ જેસીંગભાઇ (21) નામના બે યુવાનોને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં જુના ઘનશ્યામ ગઢ ગામે રહેતા વિજય સુખદેવભાઈ પટેલ (29) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News