મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં વાહન ચલાવવા બાબતે ઝઘડો કરીને આધેડ સહિત બે વ્યક્તિને પાંચ શખ્સોએ મારમાર્યો


SHARE































વાંકાનેરના જીનપરામાં વાહન ચલાવવા બાબતે ઝઘડો કરીને આધેડ સહિત બે વ્યક્તિને પાંચ શખ્સોએ મારમાર્યો

વાંકાનેરમાં જીનપરા રોડ ઉપર ચિત્રકૂટ હનુમાન મંદિર પાસેથી આધેડનો દીકરો વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેઓના જ કુટુંબના જ લોકો કે જેમની સાથે વ્યવહારિક વાંધા ચાલી રહ્યા છે અને તેઓને સંબંધ નથી તેની સાથે વાહન ચલાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે આધેડ તથા અન્ય વ્યક્તિને બેઝ બોલના ધોકા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો બોલીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ પાંચ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ વાંકાનેરના જીનપરામાં ભાટિયા શેરીમાં રહેતા અને હાલમાં રાજકોટમાં આવેલ આદર્શ કો-ઓપરેટીવ સોસાયટી મોટા મોવા કાલાવડ રોડ ખાતે રહેતા સંજયગીરી વિનોદગીરી ગોસ્વામી (50) નામના આધેડે જયેશગીરી દિલીપગીરી ગોસ્વામી, નિલેશગીરી દિલીપગીરી ગોસ્વામી, વત્સલગીરી નિલેશગીરી ગોસ્વામી અને જયદીપગીરી જયેશગીરી ગોસ્વામી રહે ચારેય વાંકાનેર અને અમિતગીરી ભુપેન્દ્રગિરી ગોસ્વામી રહે. રાજકોટ વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓને આરોપીઓ સાથે વ્યવહારિક વાંધા ચાલતા હોય ફરિયાદીને આરોપીઓ સાથે સંબંધ નથી દરમિયાન ફરિયાદીના દીકરા સાથે આરોપીઓએ વાહન ચલાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ફરિયાદી તથા સાહેદને બેઝ બોલના ધોકા તથા ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ગાળો બોલીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા આધેડને સારવારમાં લઈને ગયા હતા અને ત્યાર બાદ તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News