માળીયા (મી)ના ચીખલી ગામના પિતા પુત્રને રખોપુ કરવા અને ચરાવવા આપેલ વધુ 50 ગાયોની કતલ !: ગુનો નોંધાયો
મોરબીના મહાસંઘ દ્વારા તૈયાર કરાયેલ સત્ય સનાતન ભારત શાશ્વત ભારત ગુણમય ભારત કેલેન્ડર અધિકારીઓને અર્પણ
SHARE
મોરબીના મહાસંઘ દ્વારા તૈયાર કરાયેલ સત્ય સનાતન ભારત શાશ્વત ભારત ગુણમય ભારત કેલેન્ડર અધિકારીઓને અર્પણ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ વર્ષે “સત્ય સનાતન શાશ્વત ભારત ગુણમય ભારત ચિન્મય ભારત” ભારત એક અનોખું રાષ્ટ્ર છે, જે રીતે આકાશ સાગર માટે કોઈ બીજી ઉપમાથી સમજાવી નથી શકતા એવી જ રીતે ભારતને પણ બીજી કોઈ ઉપમાંથી સમજાવી ન શકાય વેદમાં ભારતને એક સત્ય અને સનાતન દેશ કહેવામાં આવ્યો છે, ગુણમય ભારતની પાર્થિવ છે, ચિન્મય ભારત ધર્મ સ્વરૂપ છે. એ મુખ્ય વિષય પર વર્ષ -૨૦૨૫ નું કેલેન્ડર બનાવવામાં આવ્યું છે જેમાં જે તે માસમાં શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવતી વિશિષ્ટ દિવસની ઉજવણીની વિગતો તેમજ શ્રીમદ ભાગવત અને ઋગ્વેદની ઋચાઓ ગાયન્તિ દેવા: કીલ ગીતકાની, ધન્યાસ્તુ તે ભારતભૂમિભાગે l સ્વર્ગાપવર્ગાસ્પદભાર્ગભુતે, ભવન્તિ ભુય:પુરુષા:સુરત્વાત ll અર્થાત 33 કોટી દેવતાઓ આ ગીત ગાય છે કે ભારતમાં જન્મ ધારણ કરવા વાળા મનુષ્યો ધન્ય છે, તેઓ ખુબજ ભાગ્યશાળી છે કે ભારતમાં જન્મ્યા છે જ્યાં સ્વર્ગ અને મોક્ષ માટે માર્ગસ્વરૂપ છે, જ્યારે દેવતા મનુષ્યરૂપે અવતાર ધારણ કરે છે ત્યારે ભારતમાં જન્મ ધારણ કરે છે.આવીજ રીતે તમામ માસમાં ભારતનું મહિમા મંડન કરતી વેદોની ઋચાઓ મુકવામાં આવી છે, આ કેલેન્ડર મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરી તેમજ નવરચિત મોરબી મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર વગેરેને શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા તેમજ હિતેષ ગોપાણી, કિરણભાઈ કાચરોલા, સંદીપભાઈ આદ્રોજા વગેરેએ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.