મોરબી-વાંકાનેર શહેરમાં દારૂની ત્રણ રેડ: 20 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સની ધરપકડ
SHARE
મોરબી-વાંકાનેર શહેરમાં દારૂની ત્રણ રેડ: 20 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સની ધરપકડ
મોરબી શહેર અને વાંકાનેર શહેરમાં દારૂની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 20 બોટલ દારૂ સાથે પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર બસ સ્ટેશન સામે આવેલ આરોગ્યનગર પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 13 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે7,878 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી દિપાલ મુકેશભાઈ શંખેશ્વરીયા (21) રહે. હરસિધ્ધી હોટલની બાજુમાં વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મોરબીમાં કુબેર ટોકીઝ પાસે શોભેશ્વર રોડ ઉપરથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂ દારૂની છ બોટલ મળી આવી હતી જેથી કરીને 3372 રૂપિયાની કિંમત દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જગદીશ ઉર્ફે જીગો રમેશભાઈ પાટડીયા (26) રહે. કુબેર ટોકીઝ પાછળ ઢાળ ઉપર મેઇન શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે આવી જ રીતે શોભેશ્વર રોડ ઉપર કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને 695 રૂપિયાની દારૂની બોટલ સાથે પોલીસે આરોપી કલ્પેશભાઇ પ્રવિણભાઇ વરણીયા (21) રહે. ત્રાજપર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે