વાંકાનેરના જીનપરામાં વાહન ચલાવવા બાબતે ઝઘડો કરીને આધેડ સહિત બે વ્યક્તિને પાંચ શખ્સોએ મારમાર્યો
માળીયા (મી)ના ચીખલી ગામના પિતા પુત્રને રખોપુ કરવા અને ચરાવવા આપેલ વધુ 50 ગાયોની કતલ !: ગુનો નોંધાયો
SHARE







માળીયા (મી)ના ચીખલી ગામના પિતા પુત્રને રખોપુ કરવા અને ચરાવવા આપેલ વધુ 50 ગાયોની કતલ !: ગુનો નોંધાયો
માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામ પાસે આવેલ રણ વિસ્તારમાં ચોમાસા દરમિયાન ગાયોને ચરાવવા માટે અને રખોપુ કરવા માટે માલધારીઓ પોતાની ગાયો ત્યાં રહેતા પિતા પુત્રને વિશ્વાસે સોંપતા હતા જોકે રખોપુ કરવા અને ચરાવવા માટે થઈને આપેલી ગાયોને આ પિતા પુત્ર દ્વારા કતલ કરવા માટે વેચી નાખવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું તેવામાં ધાંગધ્રા તાલુકાના પીપળા ગામના રહેવાથી માલધારી દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓની 52 પૈકીની 50 ગાયો આ પિતા પુત્રએ પરત ન આપીને તેઓની સાથે વિશ્વાસઘાત કરેલ છે અને આ 50 ગાયોની કતલ કરવામાં આવી હોય હાલમાં માલધારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે ધાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા ગોપાલભાઈ સીધાભાઈ ગોલતર (42)એ માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક આમીનભાઈ લધાણી અને તેના પિતા અમીનભાઈ કરીમભાઈ લધાણી રહે. બંને ચીખલી ગામ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવી છે કે તેઓએ તથા સાહેદે પોતાની કુલ મળીને 52 ગયો આ પિતા પુત્રને ચીખલી ગામના રણ વિસ્તારમાં ચરાવવા માટે અને રખોપુ કરવા માટે થઈને આપી હતી જે કુલ મળીને અઢી લાખ રૂપિયાની કિંમતની ગાયો ફરિયાદી તથા સાહેદ જ્યારે પરત લેવા માટે ગયા ત્યારે સરખો જવાબ આપ્યો ન હતો અને તમામ ગાયો ચીખલીના રણ વિસ્તારમાં ચરવા માટે જતી રહી છે તેઓ જવાબ આપ્યો હતો. જોકે ત્યાર પછી બીજી વખત પણ ગાયો લેવા માટે થઈને આ માલધારી ગયા ત્યારે ગાયો પરત ન આપીને તેઓની સાથે વિશ્વાસઘાત કરેલ છે અને આ ગુમ થયેલી ગાયોની કતલ થઈ હોય હાલમાં ભોગ બનેલ માલધારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
પહેલા ખાખરેચી ગામના બે માલધારીની 13 ગાયોની કતલની વિગત સામે આવી હતી
માળીયા તાલુકાના ખાખરેચી ગામના બે માલધારીઓ દ્વારા તેમની 50 જેટલી ગાયો આ બંને શખ્સોને ચરાવવા માટે થઈને આપી હતી અને તે પૈકીની 14 ગાયો ગુમ થયેલ હતો જેમાંથી એક ગાય પછી મળી ગયેલ છે જો કે, 13 ગાયોની કતલ થઈ હોવાથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે આ બંને આરોપી ઉપરાંત અન્ય પાંચ આરોપીઓને પકડ્યા હતા અને તેના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા અને રીમાન્ડ પુરા થતા તેને મોરબી સબજેલ હવાલે કરવામાં આવ્યા હતા.
હળવદ તાલુકાના બે માલધારીઓની 45 ગાયોની કતલ કરાયાની ફરીયાદ નોંધાઇ હતી
હળવદના નવા અમરાપર ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા મેહુલભાઈ અરજણભાઈ ગોલતર (21)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક આમીન લધાણી અને આમીન કરીમ લધાણી રહે. બંને ચીખલી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, સાતેક મહિના પહેલા ફરિયાદીએ પોતાની માલિકીની 25 ગાય તેમજ હળવદના મિયાણી ગામે રહેતા જીવણભાઈ ખેતાભાઇ નામના માલધારીએ પોતાની માલિકીની 20 ગાય આમ કુલ મળીને 45 ગાયોને મુસ્તાક તથા તેના પિતા આમીનને રખોપુ કરવા અને ચરાવવા માટે થઈને તેઓ ઉપર વિશ્વાસ મૂકીને આપી હતી અને તેના બદલામા દરેક ગાય દીઠ તેને મહિને 300 રૂપિયા લેખે વળતર પણ આપવામાં આવતું હતું જોકે આ 45 ગાયો મુસ્તાક અને તેના પિતા દ્વારા માલધારીઓને પરત આપી ન હતી અને 4.50 લાખ રૂપિયાની કિંમતની ગાયોને આરોપીઓએ કતલ કરવા માટે થઈને આપી દીધી હોવાનું સામે આવ્યું હતુ

