મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં વાહન ચલાવવા બાબતે ઝઘડો કરીને આધેડ સહિત બે વ્યક્તિને પાંચ શખ્સોએ મારમાર્યો


SHARE













વાંકાનેરના જીનપરામાં વાહન ચલાવવા બાબતે ઝઘડો કરીને આધેડ સહિત બે વ્યક્તિને પાંચ શખ્સોએ મારમાર્યો

વાંકાનેરમાં જીનપરા રોડ ઉપર ચિત્રકૂટ હનુમાન મંદિર પાસેથી આધેડનો દીકરો વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેઓના જ કુટુંબના જ લોકો કે જેમની સાથે વ્યવહારિક વાંધા ચાલી રહ્યા છે અને તેઓને સંબંધ નથી તેની સાથે વાહન ચલાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે આધેડ તથા અન્ય વ્યક્તિને બેઝ બોલના ધોકા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો બોલીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ પાંચ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ વાંકાનેરના જીપરામાં ભાટિયા શેરીમાં રહેતા અને હાલમાં રાજકોટમાં આવેલ આદર્શ કો-ઓપરેટીવ સોસાયટી મોટા મોવા કાલાવડ રોડ ખાતે રહેતા સંજયગીરી વિનોદગીરી ગોસ્વામી (50) નામના આધેડે જયેશગીરી દિલીપગીરી ગોસ્વામી, નિલેશગીરી દિલીપગીરી ગોસ્વામી, વત્સલગીરી નિલેશગીરી ગોસ્વામી અને જયદીપગીરી જયેશગીરી ગોસ્વામી રહે ચારેય વાંકાનેર અને અમિતગીરી ભુપેન્દ્રગિરી ગોસ્વામી રહે. રાજકોટ વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓને આરોપીઓ સાથે વ્યવહારિક વાંધા ચાલતા હોય ફરિયાદીને આરોપીઓ સાથે સંબંધ નથી દરમિયાન ફરિયાદીના દીકરા સાથે આરોપીઓએ વાહન ચલાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ફરિયાદી તથા સાહેને બેઝ બોલના ધોકા તથા ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ગાળો બોલીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા આધેડને સારવારમાં લઈને ગયા હતા અને ત્યાર બાદ તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News