ટંકારાના સખપર (કોઠારીયા) ગામે સાંસદ, ધારાસભ્યો અને સંતો-મહંતોની હાજરીમાં બારૈયા પરિવારનું 20 મું સ્નેહમિલન-સન્માન સમારોહ
SHARE







ટંકારાના સખપર (કોઠારીયા) ગામે સાંસદ, ધારાસભ્યો અને સંતો-મહંતોની હાજરીમાં બારૈયા પરિવારનું 20 મું સ્નેહમિલન-સન્માન સમારોહ
ટંકારા તાલુકાના સખપર (કોઠારીયા) ગામે આવેલ શ્રી બારૈયા પરિવારના સુરાપુરા દાદાના પરિસરમાં કડવા પાટીદાર બારૈયા પરિવારનું 20 મું સ્નેહમિલન તથા સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ તેમજ સૌરાષ્ટ્રની કડવા પાટીદાર સંસ્થાઓના તેમજ અન્ય સંગઠન અને સમિતિના તથા સેવાકીય સમિતિના આગેવાનોના સન્માન કરવામાં આવ્યા હતા અને રક્તદાન કેમ્પ તેમજ રાત્રે લોક ડાયરો પણ યોજાયો હતો
સૌરાષ્ટ્ર કડવા પાટીદારની સંસ્થાઓ જેવી કે સિદસર, ઉમિયાધામ, સંસ્કારધામ, સમૂહલગ્ન સમિતિ, સૌરાષ્ટ્ર વિશ્વ ફાઉન્ડેશન કન્યા કેળવણી મંડળ વગેરેના પ્રમુખ સેવકના સન્માન રાજકીય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા તેમજ સ્વામી નારાયણ સંપ્રદાયના સંત સંતશ્રી, ઉમિયા ધામ સીદસરથી પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા તેમજ બી.એચ.ઘોડાસરા, રમેશભાઈ રાણીપા, હરેશભાઈ ઘોડાસરા, બેચરભાઈ હોથી, એ.કે.પટેલ, કાનજીભાઈ પટેલ, પોપટભાઈ કગથરા, મનુભાઈ કૈલા, હીરાભાઈ ફેફર, વશરામભાઈ ઉઘરેજા સહિતના પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય અગ્રણીઓમાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને કાંતિભાઈ અમૃતિયા, માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, બ્રિજેશભાઈ મેરજા, જયંતીભાઈ કવાડિયા, મેઘજીભાઈ ચાવડા, ડાયાભાઈ ભીમાણી, ધરમશીભાઈ ચનીયારા સહિતના હાજર રહ્યા હતા.
આ તકે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ બારૈયાએ પ્રસંગીત ઉદબોધન કર્યું હતું તેમજ વિશેષમાં ઓમા બારૈયાએ યુવાનોને અપીલ કરીને આપણી સંસ્કૃતિને યાદ કરીને આવી પરંપરાઓને જાળવી રાખવા માટે અપીલ કરી હતી. તો હાજર લોકોને સંબોધતા સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, સ્નેહમિલન તો ઘણા જોયા પરંતુ બારૈયા પરિવારનું સ્નેહમિલન આગવું હોય છે અને સમાજને નવો રાહ ચીંધતા સાંસદે કહ્યું હતું કે “પરિવારના દરેક સભ્ય ડિજિટલથી એક રૂપિયો જમા કરાવે તો આગામી પેઢી માટે થઈને વટવૃક્ષ એટલે કે, મોટી બેલેન્સ જમા થઈ જશે” તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી આ કડવા પાટીદાર બારૈયા પરિવારના સ્નેહમિલનમાં અંદાજે 8 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા અને તેમણે મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ છગનભાઈ બારૈયા, ઉપપ્રમુખ મનહરભાઈ ગણેશભાઈ બારૈયા તેમજ સવજીભાઈ દેવશીભાઈ બારૈયા, મનીષભાઈ છગનભાઈ, જયંતીલાલ દેવકણભાઈ, કેતનભાઇ પરસોતમભાઈ, પીન્ટુભાઇ રામભાઈ તથા બારૈયા પરિવારના ટ્રસ્ટી મંડળ અને પરિવારના લોકો તથા કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

