હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં મારી નાખવાની ધમકી આપીને ખંડણી માંગનારા શખ્સે યુવાનને ફરિયાદ પાછી ખેંચી લેવા ફોન ઉપર આપી ધમકી


SHARE

















મોરબીમાં મારી નાખવાની ધમકી આપીને ખંડણી માંગનારા શખ્સે યુવાનને ફરિયાદ પાછી ખેંચી લેવા ફોન ઉપર આપી ધમકી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી યુવાન સાથે બોલાચાલી અને ઝઘડો કરીને માર માર્યો હતો અને ત્યાર બાદ વારંવાર માર મારવાનો ભય બતાવીને તેની પાસેથી સનાળા ગામના શખ્સ દ્વારા સમયાંતરે તેની પાસેથી કુલ મળીને 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવી હતી જે બાબતનો ખારાખીને યુવાનને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે થઈને આરોપીએ ફોન ઉપર જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલિ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 402 માં રહેતા દેવકુમાર ચેતનભાઇ સોરીયા (21) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ ઉર્ફે વિસલો વેલાભાઈ રબારી રહે.નાળા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે, અગાઉ તેણે આરોપી સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ રબારી સહિત ચાર શખ્સોએ તેને માર માર્યો હોવાની અને મારનો ભય બતાવીને તેની પાસેથી રોકડ સહિત કુલ મળીને 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો છે અને ખંડણી માંગીને મારી નાખવાની ધમકી આપેલ છે તેવી ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા ત્યાર બાદ આ ફરિયાદનો ખાર રાખીને ફરિયાદ યુવાનને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે થઈને આરોપીએ ફરિયાદીને ફોન કર્યો હતો અને ફોનમાં જેમ ફાવે તેમ ગાળો આપીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ રબારી સામે વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.




Latest News