મોરબીના નવલખી રોડે બાઇક સવાર યુવાનને હડફેટે લઇ મોત નિપજાવનાર ટ્રેક્ટર ચાલકની ધરપકડ
મોરબી એબીવીપી દ્વારા પરિષદ કી પાઠશાળા શરૂ કરાઇ
SHARE
મોરબી એબીવીપી દ્વારા પરિષદ કી પાઠશાળા શરૂ કરાઇ
મોરબી એબીવીપી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળે હેતુ પરિષદ કી પાઠશાળાનો શુભારંભ ૧૫ મી નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ બિરસા મુંડાજી જન્મજયંતી નિમિત્તે કરાયો હતો.
વિશ્વમાં સાચા અર્થમાં અમન-શાંતિ જોઈએ છે તો એની શરૂઆત બાળકોથી કરવી જોઈએ.કોરોના મહામારીથી અસંખ્ય પરિવાર ગરીબી રેખા નીચે આવી ગયા છે.ગરીબ પરિવાર એમના બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં અસમર્થ છે એટલા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય હાથ ધાર્યું છે.એક કલાક રાષ્ટ્ર માટે આગામી સમયમાં પણ દર રવિવારે આ કાર્ય શરૂ રહશે.ચાલો આપડે સૌ મળીને બાળકોને શિક્ષિત કરીએ અને સમાજની સેવા કરીએ.મોરબીના દલવાડી સર્કલ સ્થિત વસ્તીમાં આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પાઠશાળા અંતર્ગત કોઈ પણ વ્યક્તિને કઈ યોગદાન આપવું હોય તો મો.83069 14014, 82381 38566 ઉપક સંપર્ક કરી શકે છે.