મોરબીમાં નેશનલ યુથ એવોર્ડ માટે અરજી કરી શકાશે
SHARE
મોરબીમાં નેશનલ યુથ એવોર્ડ માટે અરજી કરી શકાશે
રાષ્ટ્રના વિકાસમાં, સમાજ સેવામાં, યુવાઓ માટેની પ્રવૃત્તિઓ, શોધ અને સંશોધન, સાંસ્કૃત્તિક વારસો, માનવાધિકારના પ્રચાર, કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધી, જાગૃત નાગરીકતા, સામુદાયીક સેવા, રમતગમત અને શૈક્ષણીક શ્રેષ્ઠતાતથા સ્માર્ટ લર્નીંગ ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કરનાર યુવક-યુવતીઓને પ્રતિ વર્ષ નેશનલ યુથ એવોર્ડ પ્રદાન કરવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા નેશનલ યુથ એવોર્ડ ૨૦૧૯-૨૦ માટેના નામાંકન તા. ૧૯/૧૧/૨૦૨૧ સુધીમાં https://innovate.mygov.in/national-youth-award-2020/ ઉપર મંગાવવામાં આવેલ છે. લાયકાત ધરાવનાર ઉમેદવારોને સમય મર્યાદામાં વેબ પોર્ટલ ઉપર પોતાની અરજીઓ મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે