મોરબીમાથી ડ્રગ્સ પકડેલા શખ્સો પાસેથી કઈ કઈ માહિતી રિમાન્ડ દરમ્યાન એટીએસ મેળવાશે ?
SHARE
મોરબીમાથી ડ્રગ્સ પકડેલા શખ્સો પાસેથી કઈ કઈ માહિતી રિમાન્ડ દરમ્યાન એટીએસ મેળવાશે ?
મોરબીના ઝીઝુડા ગામેથી ડ્રગ્સ સાથે પકડાયેલ ત્રણેય આરોપીઓના કબ્જાના મકાનમાંથી હેરોઇન ૧૧૮.૬૫૦ કિલો જેની કિંમત ૫,૯૩,૨૫,૦૦,૦૦૦ થાય છે તે કબ્જે કરવામાં આવેલ છે જો કે, આ હેરોઇનનો જથ્થો તેઓ ખરેખર કોની પાસેથી અને કયાથી લાવેલ હતા ?, કોની કઇ બોટ મારફતે ગુજરાતના કયા દરીયા કિનારે માલા ઉતાર્યો હતો ?, હેરોઇનના જથ્થા સિવાય બીજો કોઇ માદક પદાર્થનો જથ્થો તેઓએ પાસે છે કે, કેમ?, કોઇ જગ્યાએ માલ સંતાડી રાખેલ છે કે કેમ ?, તેને કોઈને માલ આપેલ છે કે કેમ ?, ત્રણેય આરોપીઓએ કુલ કેટલો હેરોઇનનો જથ્થો લાવેલ હતા ?, કોઇને હેરોઇનની ડીલીવરી કરેલ છે કે કેમ ?, તેઓએ હેરોઇનની હેરાફેરી કયા કયા વાહનો મારફતે કરેલ હતી ?, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં તેઓની સાથે બીજા કોણ કોણ ઇસમો સંડોવાયેલ છે ?, આંતરરાષ્ટ્રીય ડ્રગ માફીયાઓ સાથે તેમજ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલ છે કે કેમ? , અગાઉ કોઇ NDPS ના ગુનામાં કે અન્ય કોઇ ગુનામાં પકડાયેલ છે કે કેમ ? અને આ આરોપીઓએ કોઇ સ્થાવર કે જંગમ મિલ્કત વસાવેલ છે કે કેમ ? તે સહિતના મીદાઓની રીમાન્ડ દરમ્યાન તપાસ કરવામાં આવશે