મોરબીમાથી ડ્રગ્સ પકડેલા શખ્સો પાસેથી કઈ કઈ માહિતી રિમાન્ડ દરમ્યાન એટીએસ મેળવાશે ?
ડ્રગ્સના ધંધાર્થીઓ મોરબીના ઝીઝુડા સુધી કેવી રીતે પહોચ્યા ? કોથળામાં શું છે તે ઘરધણી જાણતો ન હતો !
SHARE
ડ્રગ્સના ધંધાર્થીઓ મોરબીના ઝીઝુડા સુધી કેવી રીતે પહોચ્યા ? કોથળામાં શું છે તે ઘરધણી જાણતો ન હતો !
મૂળ બાબરા તાલુકાના મીયા ખીજડીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદના ઘરે એટીએસની ટીમે રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી જામનગર જિલ્લાના જોડિયાનો મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ અને તેની સાથે સલાયાનો રહેવાસી ગુલામ હુસૈન ઉમર ભગાડ મળી આવ્યો હતો ત્યારે આ શખ્સો કે જે ડ્રગ્સના ધંધા સાથે સંડોવાયેલા છે તેના સંપર્કમાં સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ કેવી રીતે આવ્યો તે સવાલ ઊભો થયો હતો ત્યારે એવિ માહિતી સામે આવી છે કે, સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદની પત્ની જોડિયાની છે અને તેને મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવએ બહેન બનાવી છે જેથી કરીને તે સમસુદ્દીનના ઘરે આવતો જતો હતો અને તેના સંપર્કમાં હતો જેથી કરીને તેને વિશ્વમાં લઈને ત્યાં ડ્રગ્સ ઉતારવામાં આવ્યું હતુ
ઘરમાં આવેલા કોથળામાં ડ્રગ્સ છે તે સમસુદ્દીન જાણતો ન હતો !?
ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદના ઘરે એટીએસની ટીમે રેડ કરીને ૧૧૮ કિલો ડ્રગ્સ પકડ્યું છે ત્યારે સવાલએ ઊભો થાય છે કે, સમસૂદદિનનો આમાં રોલ શું છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવએ કોથળા તેના ઘરે મોકલવ્યા હતા તે કોથળામાં શું છે તે ઘરધણી સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ જાણતો ન હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જો કે, એટીએસની તપાસમાં હજુ ચોકાવનારી માહિતી સામે આવે તેવું શ્ક્યતા છે