ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સમાજસેવા-ગૌસેવા વેલજીભાઈ ઉઘરેજાનું વિશેષ સન્માન કરાયું


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સમાજસેવા-ગૌસેવા વેલજીભાઈ ઉઘરેજાનું વિશેષ સન્માન કરાયું

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, મુખ્ય અતિથિ તરીકે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ગૌસેવક વેલજીભાઈ ઉઘરેજા (બોસ ગ્રુપ) તેમજ સંસ્થાના આચાર્ય ડો.રવીન્દ્ર  ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ધ્વજવંદન તથા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ દ્વારા વેલજીભાઈ ઉઘરેજાની  સમાજસેવા અને ગૌસેવાને બિરદાવતા સંસ્થા દ્વારા તેમનું સન્માનપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જુદાજુદા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે વિધાર્થીઓએ કોલેજ અભ્યાસ દરમિયાન ખુબ જ પ્રતિષ્ઠિત કહી શકાય તેવી CA-FOUNDATION તથા CA-INTER જેવી કારકિર્દીલક્ષી પરીક્ષા પાસ કરનાર તેજસ્વી વિધાર્થીઓ, વિવિધ ફેકલ્ટીઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્વી વિધાર્થીઓ અને કોમર્સ વિદ્યાશાખાના મુખ્ય કહી શકાય તેવા વિષય ACCOUNTANCY (નામા પધ્ધતિ) માં યુનિવર્સીટી કક્ષાએ 100 માંથી 100 ગુણ મેળવનાર તેજસ્વી વિધાર્થીઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.






Latest News