મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણી કરાઇ


SHARE





મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણી કરાઇ

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા 76માં ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. અને સંસ્થાના બંને યુનિટમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં આરએસએસના જિલ્લા બૌધિક પ્રમુખ જિતેન્દ્રભાઈ વિરમગામાના હસ્તે વિરપર બ્રાન્ચ તથા મોરબી બ્રાન્ચ પર એક્સ આર્મી મેન મજબૂતસિંહ ઝાલાના હસ્તે રાષ્ટ્રીય ધ્વજને લહેરાવીને સલામી સપવામાં આવી હતી. ત્યાર બાદ NCC બોયઝ  બટાલિયન તથા ગર્લ્સ બટાલિયન દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી. તે ઉપરાંત દેશભક્તિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમો કે.જી. થી કૉલેજ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે ઈનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળાનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓનું સિલ્ડ ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તથા જાહેર પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને  નવાજવામાં આવ્યા હતા આ તકે જિતેન્દ્રભાઈ વિરમગામા અને મજબૂજસિંહ ઝાલાએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. તો સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાસંઘને સંસ્કાર ઘડતર કરતી ઉત્તમ સંસ્થા ગણાવી અને બાળકોને પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે સંઘમાં જોડાવા આહ્વાન કર્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા શ્રીમતી રંજનબેન પી. કાંજીયાએ દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News