માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી: ભરતનગર, જામસર અને જુના અમરાપરની શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો


SHARE











મોરબી: ભરતનગર, જામસર અને જુના અમરાપરની શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો

મોરબી તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વનું આયોજન ભરતનગર શાળામાં કરવામાં આવ્યું હતુ ત્યારે પ્રાંતિ અધિકારી સુનિલ પરમારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને ત્યારે વિદ્યાર્થીઓએ ઉપરાંત ગામના લોકો સહિતના હાજર રહ્યા હતા તો જુના અમરાપર શાળાની પ્લેટિનમ જયુબિલી ઉજવણી કરવામાં આવી હતી અને શાળાની સિત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કર્મચારી, તેજસ્વી વિદ્યાર્થીઓ અને દીકરીઓનું સન્માન પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને કર્યું હતું આ તકે શાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. વાંકાનેરની જામસર CRC ની પ્રાથમિક શાળાઓ દ્વારા દેશભકિત ઉજાગર થાય તે માટે ગામની જાહેર જગ્યાઓ પર  તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને દેશભક્તિ ઉજાગર  માટેના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારે જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ.  દ્વારા દરેક શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.






Latest News