મોરબી: ભરતનગર, જામસર અને જુના અમરાપરની શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો
વિડીયો વાઇરલ થતાં કાર્યવાહી: મોરબીમાં પેન્ટ કાઢીને બીભત્સ ચેનચાળા કરનાર શખ્સની ધરપકડ
SHARE






વિડીયો વાઇરલ થતાં કાર્યવાહી: મોરબીમાં પેન્ટ કાઢીને બીભત્સ ચેનચાળા કરનાર શખ્સની ધરપકડ
મોરબીમાં કન્યા છાત્રાલય રોડ સુપર માર્કેટ પાસે નવા બસ સ્ટેશનના પાછળના ભાગે એક શખ્સ દ્વારા જાહેરમાં પોતાનું પેટ કાઢીને બીભત્સ ચેન ચાળા કરવામાં આવતા હતા જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં મૂકીને એક યુવતીએ વાયરલ કર્યો હતો. ત્યારબાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સી ટીમ ત્યાં પહોંચી હતી અને જાહેરમાં બીભત્સ ચેનચાળા કરનારા શખ્સને પકડીને તેની સામે ગુનો નોંધી આ શખ્સને કાયદાનું ભાન કરાવ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરથી મોરબીમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકીને યુવતીએ કહ્યું હતું કે “જાહેરમાં એક શખ્સ દ્વારા પોતાનું પેન્ટ કાઢીને પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવીને ચેનચાળા કરવામાં આવી રહ્યા છે.જેથી કરીને આ વીડિયો પોલીસને ધ્યાન ઉપર આવતાની સાથે તાત્કાલિક મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સી ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને કન્યા છાત્રાલય રોડ ઉપર સુપર માર્કેટ પાસે નવા બસ સ્ટેશનની પાછળના ભાગમાં જાહેરમાં પોતાનું પેન્ટ કાઢીને બીભત્સ ચેન ચાળા કરનારા શખ્સને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને ત્યારબાદ અશ્વિન મૂળજીભાઈ ચાવડા (35) રહે.શનાળા બાયપાસ ગોકુલનગર જોધાણીની વાડી મોરબી વાળાને શોધી કાઢ્યો હતો અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 296 (એ) અને જીપી એક્ટની કલમ 110, 117 મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


