કેન્દ્ર સરકારનું સમતોલ અને વિકાસ લક્ષી બજેટને આવકારતા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા
મોરબી જિલ્લામાં વિવિધ વાહનો માટે નંબરની સીરિઝના ઈ-ઓક્શન યોજાશે
SHARE
મોરબી જિલ્લામાં વિવિધ વાહનો માટે નંબરની સીરિઝના ઈ-ઓક્શન યોજાશે
મોરબી જિલ્લામાં ટુ-વ્હીલર વાહનો માટે GJ-36-AK, GJ-36-AM, GJ-36-AN, GJ-36-AQ, ફોર વ્હીલર વાહનો માટે GJ-36-AJ, GJ-36-AL, GJ-36-AP, ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ-36-X તથા થ્રી-વ્હીલર વાહનો માટે GJ-36-W સીરીઝ માટેના તમામ નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા માટે આગામી તા. 8 ના સાંજના 4 કલાકથી શરૂ કરવામાં આવશે.
આગામી તા. 8 ના સાંજના 4 કલાકથી આગામી તા. 10 ના સાંજના 4 કલાક સુધી અરજદાર www.parivahan.gov.in/fancy આ ઓનલાઈન પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. આગામી તા. 19 ના સાંજના 4 કલાકથી તા. 12 ના સાંજના 4 કલાક સુધી બીડીંગ પ્રોસેસ ચાલુ રહેશે. આગામી તા. 12 ના સાંજના 5 કલાકના રોજ ઇ-ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy આ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. તેમજ બાકી રકમનું ચુકવણું પરિણામ જાહેર થયેથી 2 દિવસમાં ઉક્ત વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.