મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીના સીડીએસ ગ્રુપ દ્વારા પાટીદાર સમાજના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવાના સંકલ્પ સાથે મોરબીથી સિદસર સુધીની યાત્રા યોજાઇ


SHARE











મોરબીના સીડીએસ ગ્રુપ દ્વારા પાટીદાર સમાજના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવાના સંકલ્પ સાથે મોરબીથી સિદસર સુધીની યાત્રા યોજાઇ

મોરબીમાં કાર્યરત સી.ડી.એસ. પાટીદાર યુવા ગ્રુપ દ્વારા આજથી મોરબી જીલ્લામાં પાટીદાર સમાજના જરૂરીયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓને ફી ભરવાના સંકલ્પ સાથે મોરબીથી સિદસર ઉમિયા માતાજીનાં મંદિર સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા અને ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા પણ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ પણ યુવાનોની આ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી અને માતાજી તેઓને આ સેવા કરવા માટે થઈને આર્થિક રીતે સમૃદ્ધ બનાવે તેમજ શક્તિ આપે તેવી પણ તેમણે ઉમિયા માતાજીને પ્રાર્થના કરી હતી.

 કોરોના કાળ દરમ્યાન ઘણા એવા પરિવારોએ પોતાના પરિવારનો આધાર ગુમાવ્યો છે તો ઘણા વિદ્યાર્થીઓએ પોતાના પિતા ગુમાવ્યા છે આવા પરિવારોને મદદરૂપ થવા માટે ઘણીબધી સંસ્થાઓ દ્વારા આ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે જો વાત કરીએ મોરબીના સી.ડી.એસ. પરિવાર પાટીદાર ગ્રુપની તો સી.ડી.એસ. ગ્રુપ દ્વારા કોરોનાની પહેલી લહેર બાદ મોરબીના શનાળા ગામે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાંથી જે ભંડોળ એકત્રિત થયું હતું તેના માધ્યમથી મોરબી શહેર અને તાલુકાનાં જરૂરિયાતમંદ પરિવારના પાટીદાર સમાજના દિકરા-દિકરીઓને ભણવા માટે ફી ભરવામાં આવી રહી છે આજની તારીખે મોરબીમાં ૧૬ વિદ્યાર્થીઓની ફી આ સંસ્થા દ્વારા ભરવામાં આવી રહી છે અને જો કે, અત્યાર સુધી આ સેવાકીય પ્રવૃત્તિ માત્ર મોરબી શહેર અને તાલુકા વિસ્તાર પૂરતી હતી અને પાટીદાર સમાજના વિદ્યાર્થીએ પોતાના પિતા કે ઘરના આધારને ગુમાવ્યાં હોય તો તેને ભણવા માટે આર્થિક જરૂરિયાત હોય તો સી.ડી.એસ. દ્વારા ફી ભરી આપવામાં આવતી હતી.

 જો કે, સી.ડી.એસ. ટ્રસ્ટ દ્વારા આ એવો સંકલ્પ કરવામાં આવેલ છે કે આજથી મોરબી જિલ્લાની અંદર પાટીદાર સમાજના દિકરા દિકરીઓને અભ્યાસ માટે આર્થિક મૂંઝવણ હોય અને તેની માહિતી જો ગ્રૂપને મળશે તો તેઓ દ્વારા વિદ્યાર્થીઓને ભણવા માટે થઈને ફી ની વ્યવસ્થા કરવામાં આવશે તેવું સી.ડી.એસ. ગ્રુપના વિશાલભાઈ ઘોડાસરા, અશોકભાઇ દેસાઇ અને રાકેશભાઈ કાવરે જણાવ્યું છે આજે આ સંકલ્પ સાથે મોરબીના શનાળા રોડ ઉપરથી સિદસર સુધીની યાત્રા સી.ડી.એસ. ગ્રૂપના યુવાનો દ્વારા યોજવામાં આવી હતી ત્યારે મોરબીમાં રહેતાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ યુવાનોની સેવાકિય પ્રવૃતિને બિરદાવી હતી અને તેઓને આ કાર્ય સિદ્ધ કરવા માટે થઈને ઉમિયા માતાજી શક્તિ આપે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

 

 






Latest News