મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં દંપતિને માર મારનારા ત્રણ શખ્સોની કરાઇ ધરપકડ


SHARE









મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં દંપતિને માર મારનારા ત્રણ શખ્સોની કરાઇ ધરપકડ

મોરબી નજીકના ભડીયાદ ગામ પાસે આવેલ ૫૫૫ કારખાનાની કોલોનીમાં રહેતાં પતિ-પત્નીને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવેલ હતો જેથી ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે. 

મોરબી નજીકના ભડીયાદ ગામ પાસે આવેલ ૫૫૫ કારખાનાની કોલોનીમાં રહેતા સંજયભાઈ કરસનભાઈ આંત્રેશા જાતે કોળી (૨૧) એ ચિરાગભાઈ સુરેલા, અશોકભાઈ સુરેલા અને અશોકભાઇના શાળા મુન્નાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓને અને તેની પત્ની જ્યોતિબેન સંજયભાઈને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં ફરિયાદી સંજયભાઈએ જણાવ્યું હતું કે તેઓના ઘર પાસે પાણીના નળમાં તેઓએ મોટર મૂકેલી છે તે બાબતે ચિરાગભાઈ સુરેલાએ તેની સાથે બોલાચાલી કરી હતી અને લાકડાના ધોકા વડે પગમાં માર માર્યો હતો ત્યારબાદ તેને અશોકભાઈએ પકડી રાખ્યા હતા અને અશોકભાઈના સાળા મુન્નાએ બોલાચાલી કરી ગાળો આપીને ત્રણ વ્યક્તિઓએ તેને અને તેના પત્ની જ્યોતિબેનને માર માર્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે ભોગ બનેલા સંજયભાઈની ફરિયાદ લઈને ત્રણેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં ત્રણેય આરોપીને પકડવામાં આવેલ છે જેમાં ભરત ઉર્ફે મુનો અવચર સોમાણી (ઉ.૩૫) અશોક બાબુભાઈ સુરેલા (ઉ.૪૦) અને ચીરાગ બાબુ સુરેલા (ઉ.૨૬) રહે. બધા જ ભડીયાદ ૫૫૫ નળીયાના કારખાનાની ઓરડી વાળાનો સમાવેશ થાય છે.




Latest News