મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઝીંઝુડાના ડ્રગ્સ કેસમાં વોન્ટેડ ઇસા રાવના દિકરા સહિત ત્રણની ધરપકડ: ૨૪ કિલો હેરોઈન સિઝ


SHARE











મોરબીના ઝીંઝુડાના ડ્રગ્સ કેસમાં વોન્ટેડ ઇસા રાવના દિકરા સહિત ત્રણની ધરપકડ: ૨૪ કિલો હેરોઈન સિઝ

ગુજરાત એ.ટી.એસ. પાકિસ્તાનના હેરોઈન કાર્ટેલ્સ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈનની દાણચોરી કરવાના સતત પ્રયાસ કરી રહેલ છે , જે પ્રયાસને એ.ટી.એસ. ગુજરાત દ્વારા સમયાંતરે ડ્રગ્ઝ સીઝરના કેસો કરી નિષ્ફળ બનાવી ગુજરાત રાજ્યને નાર્કોટીક્સ ડ્રગ્ઝના ટ્રાન્ઝીટ પોઈન્ટ બનતા અટકાવવામાં સતત કાર્યરત છે . તાજેતરમાં તા. ૧૪/૧૧ના રોજ એ.ટી.એસ. ગુજરાતની ટીમે ગુપ્ત બાતમી આધારે મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામે એક મકાનમાં રેડ કરેલ હતી જેમાં અંદાજિત ૧૨૦ કિલો હેરોઈનનો જપ્ત કરેલ હતુ અને આ કન્સાઈનમેન્ટની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ . ૬૦૦ કરોડની છે અને તે રેડ દરમ્યાન ત્રણ આરોપીઓ મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ, સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ અને ગુલામ હુસૈન ઉમર ભગાડની ધરપકડ કરવામાં આવેલ હતી ત્યારબાદ તેઓને મોરબી જીલ્લાના સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટ સમક્ષ રજૂ કરતા ઉપરોક્ત ત્રણેય આરોપીઓના ૧૨ દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર થયેલ છે .

આ હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ તથા પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન મહારાષ્ટ્ર , રાજસ્થાન , પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્ઝ સ્મગલર્સની સંડોવણી ખૂલવા પામેલ છે. આ હેરોઈન કન્સાઈનમેન્ટમાંથી ૧૨ કિલો જેટલા હેરોઈનના જથ્થાની ડિલીવરી ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભગારીયાએ રાજસ્થાન ખાતે કુખ્યાત ડ્રગ માફીયા ભોલા શૂટરના માણસો નામે અંકિત જાખડ અને અરવિંદ યાદવનાઓને કરેલ હતી . ત્યારબાદ બાકીના ડ્રગ્ઝની ડીલીવરી માટે આ ઈકબાલ ડાડો રાજસ્થાન ખાતે ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવ ને મળવા જવાનો હોવાની માહિતી મળેલ હતી જે આધારે એ.ટી.એસ. ગુજરાતની ટીમ રાજસ્થાન ખાતે વોચમાં હતી , જે દરમ્યાન બે આરોપીઓ ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અલીમીયા કાદરી, રહે. બંદર રોડ જામ સલાયા, સોડસલા, જામનગર અને અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફે બિંદુ રહે. મન્નીવાલી તાલુકા સાદુલશહર જીલ્લો ગંગાનગર , રાજસ્થાનનાઓને શિરોહી , રાજસ્થાન નજીકથી પકડી પાડવામાં આવેલ છે આ ઉપરોક્ત પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે , ભોલા શૂટર કે જે હાલમાં ફરીદકોટ જેલમાં હોઈ તે અંકિત જાખડ , અરવિંદ યાદવ તથા અન્ય માણસો મારફતે ડ્રગ્સ રેકેટ ચલાવે છે તથા આ તમામ ડ્રગ્ઝની ડીલીવરી ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવનાઓને કરવાની હતી .

અત્રે એ નોંધનીય છે કે , ભારત ભૂષણ શર્મા , ઉર્ફે ભોલા શૂટર , રહે , ફરીદકોટ , પંજાબના ઉપર રાજસ્થાન , પંજાબ તથા હરિયાણા સહિતના રાજ્યોમાં લૂંટ , હત્યા , ખંડણી વગેરે જેવા સંખ્યાબંધ ગુન્હાઓ નોંધાયેલ છે . અંકિત જાખડ તથા ભોલા શૂટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યો છે અને ભોલા શૂટર લોરેન્સ બિશ્નોઈનો ખાસ માણસ છે . આ ઉપરાંત ઉપરોક્ત ગુન્હામાં વોન્ટેડ આરોપી ઈશા રાવના પુત્ર હુસેન રાવ રહે. જોડીયા વાડાની પણ આ ગુન્હામાં સંડોવાયેલ હોઈ તેની પણ જોડીયા ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . આ ઉપરાંત , પકડાયેલ આરોપી મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર જોડીયાની પૂછપરછ દરમ્યાન તેણે હેરોઈનનો જથ્થો દેવભૂમી દ્વારકા જીલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે છૂપાવેલ હોવાની કબૂલાત કરતા તાત્કાલિક એ.ટી.એસ. ગુજરાતની એક ટીમે સદરહુ આરોપી મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બર જોડીયાને સાથે રાખી તેણે બતાવેલ જગ્યાએ રેડ કરતા અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા રહે. નાવદ્રા , તાલુકો જામકલ્યાણપુર જીલ્લો : દેવભૂમી દ્વારકાનાના રહેણાંક મકાનમાંથી અંદાજિત ૨૪ કિલો ગેરકાયદેસર હેરોઈનનો જથ્થો , જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ , ૧૨૦ કરોડ ગણાય જે મળી આવતા આ જથ્થો કબ્જે કરવાની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે .






Latest News