મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: દારૂના ગુનામાં સંડોવાયેલ રાજકોટના શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો


SHARE













મોરબી: દારૂના ગુનામાં સંડોવાયેલ રાજકોટના શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબી જિલ્લામાં જુદાજુદા ગુનામાં સંડોવાયેલ શખ્સોની પાસા દરખાસ્ત મૂકવામાં આવતી હોય છે અને તેને મંજૂર કરવામાં આવે એટ્લે આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવે છે આવી જ રીતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ રાજકોટમાં દુધની ડેરી નજીક રહેતા યાસીન રહીમભાઈ સમા (ઉમર ૩૧) વિરુદ્ધ પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.જેથી કરીને રાજકોટથી તેને હસ્તગત કરીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.

મારામારમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં નજીવી વાતે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જે અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કરિયાણાની દુકાને બાકી પૈસા મુદ્દે બોલાચાલી રકજક થઈ હતી.જેમાં સામસામે નળીયા તથા ઇંટ વડે મારામારી થતાં ભરતભાઇ બાલાભાઈ દાફડા (૪૫) રહે.ઇન્દિરાનગર તથા તે વિસ્તારના જ હરેશભાઈ ભુરાભાઈ પરમાર નામના ૩૫ વર્ષના યુવાન વચ્ચે તા.૬-૨ ના રાત્રીના આઠેક વાગ્યે આ મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં બંનેને ઈજા થતા બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ત્યાંથી બંનેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

માળીયા મીંયાણા ખાતે રહેતા સબીનાબેન નિઝામભાઈ ફકીર નામની ૨૪ વર્ષીય મહિલા તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેણીને સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવી હતી.જ્યારે મૂળ એમપીની અને હાલ મોરબી ખાતે રહેતી રેખાબાઈ શ્રીરામભાઈ ડાઇમા નામની ૩૭ વર્ષીય મહિલા રાજકોટ હાઇવે લજાઈ-વીરપર વચ્ચે સાયકલમાં બેસીને જતા હતા ત્યારે સાયકલમાંથી પડી જતા ઈજા પામતા સારવાર માટે અહીંની આયુષમાં લાવવામાં આવ્યા હતા.બંને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી




Latest News