મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં ચિખલીગર ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીમાં અગાઉ થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં ચિખલીગર ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીની ખોડિયાર સોસાયટીમાં અને વિજયનગરના નાકા પાસે જુદાજુદા બે મકાનોને નિશાન બનાવીને ચોરી કરવામાં આવી હતી જે અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી હતી આ ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે.

મોરબીના ઇન્દિરાનગર નજીક આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા સુખદેવભાઈ કરસનભાઈ સુરેલાના ઘરમાં ચોરી કરવામાં આવી હતી અને ત્યારે ઘરના દરવાજાના નકુચા તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને 1.21 લાખના મુદામાલની ચોરી કરી હતી આવી જ રીતે વિજયનગર નાકા પાસે રહેતા જયંતીલાલ ગાંડુભાઈ સોલંકીના ઘરને નિશાન બનાવેલ હતું ત્યારે તેઓ પોતાના ઘરે નીચે રૂમમાં તાળું મારીને તેમના પત્ની અને સંતાનો સાથે ઘરમાં ઉપરના માળે અગાશી ઉપર સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સે તેના ઘરને નિશાન બનાવીને ઘરમાં પ્રવેશની ચોરી કરી હતી અને ત્યારે તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,64,500 નો મુદામાલ લઈ ગયા હતા જે બંને ચોરીની ફરિયાદ બી ડિવિઝનમાં નોંધાઈ હતી અને પીઆઇ એન.એ. વસાવાના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી રહી હતી આ ગુનામાં પહેલા પોલીસે આરોપી સોનુસિંઘ શેરસિંઘ ખીચી નામના આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં શેરસિંઘ ઉર્ફે સૂરજસિંઘ રણજીતસિંઘ ખીચી જાતે ચિખલીગર શીખ (43) રહે. હાલ ખોડિયાર કોલોની યોગેશ્વરધામ ઢીચડા રોડ જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.




Latest News